નિશા ગોંડલિયા ફરી મેદાને, કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ સામે લગાવ્યા ગંભીર આરોપ

0
0

ગુજરાતભરમાં બીટ કોઇન મામલે ચર્ચાસ્પદ બનેલી નિશા ગોંડલિયા જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ સામે મેદાને પડેલી નિશા ગોંડલિયા ફરીથી સક્રિય બની છે. નિશા ગોંડલીયા જિલ્લા પોલીસ વડા દીપેન ભદ્રેનને અરજી આપવા માટે જિલ્લા પોલીસવડા કચેરીએ આવી પહોંચી હતી અને ભુમાફિયા જયેશ પટેલ પર અનેક આરોપ લગાવ્યા હતા. જો કે નિશા ગોંડલીયા માંગ કરી રહી છે કે તેના પર ફાયરિંગ કરાવનાર આરોપીઓ હજુ ખુલ્લેઆમ ફરી રહ્યા છે.

તેને બદનામ કરવા માટે ભૂમાફિયાઓ જયેશ પટેલ અવારનવાર સોશિયલ મીડિયામાં ઓડિયો તેમજ વિડિયો મૂકી રહ્યો છે. નિશા ગોંડલીયાએ જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે આરોપીઓને તાત્કાલિક પકડી પાડવામાં આવે તે માટેની અરજી કરી છે.

આ સાથે નિશાએ આરોપ લગાવ્યો હતો કે, નોકરીના બહાને જયેશ પટેલ મજબૂરીનો ફાયદો ઉઠાવી શોષણ કરે છે. પરંતુ અવાજ ઉઠાવવાની કોઇમાં હિમત નથી. નિશાએ જયેશ પટેલ પર શોષણનો આરોપ લગાવ્યો છે. નિશાએ જયેશ પટેલને આડે હાથ લેતા કહ્યું કે હું ચૂપ નહીં રહું.. મને ન્યાય મળશે..

જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ દ્વારા તાજેતરમાં જુદી જુદી ચાર ઓડિયો ક્લિપ વહેતી કરાઈ હતી, અને જામનગરના સ્થાનિક રાજકીય અગ્રણીઓ વિશે કેટલીક ટિપ્પણીઓ પણ કરી હતી. જેને લઇને જામનગરના સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. ત્યારે જયેશ પટેલની સામે પડેલી નિશા ગોંડલિયા ફરીથી સક્રિય બની છે, અને જયેશ પટેલ તેમજ તેના સાગરિતો ને ખુલ્લા પાડવા તેમજ તેને લગતા જરૂરી પુરાવા આપવા માટે આજે જિલ્લા પોલીસવડાની કચેરીએ આવી પહોંચી હતી, અને વિસ્તૃત આવેદન પત્ર આપી પોલીસને સમગ્ર પ્રકરણમાં સહકાર આપવા ની રજૂઆત કરી છે.

થોડાક મહિલા પહેલા ભૂમાફિયા જયેશ પટેલ વિરૂદ્ધ પોલીસ ફરીયાદ કરનાર નિશા પર જીવલેણ હુમલો થયો હતો. જામનગથી ખંભાળીયા તરફ જતાં હતા ત્યારે તેમના પર શખ્સોએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન પણ નિશાએ જયેશ પટેલ પર હત્યાનો આરોપ લગાવ્યો હતો.

જયેશ પટેલની ગુંડાગીરીનો ભોગ બનેલ નિશા ગોંડલિયાએ વધુ એક વખત જીલ્લા પોલીસ વડા કચેરીએ પહોંચી આવેદન પત્ર પાઠવ્યુ છે. મીડિયા સાથેની વાતચીતમાં નિશા ગોંડલીયાએ ભૂમાફિયા જયેશ પટેલ અને યશપાલ જાડેજા પર અનેક આરોપો લગાવ્યા છે તેમજ તેના પર જે ફાયરિંગ કરવામાં આવ્યું તે પણ હજુ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાની વાત જણાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here