Friday, September 17, 2021
Homeનિશા રાવલ પતિ કરન મેહરા સાથેના વિવાદને કારણે ચર્ચામાં
Array

નિશા રાવલ પતિ કરન મેહરા સાથેના વિવાદને કારણે ચર્ચામાં

નિશા રાવલ થોડાં સમય પહેલાં પતિ કરન મેહરા સાથેના વિવાદને કારણે ચર્ચામાં છે. થોડાં સમય પહેલાં નિશાએ પતિ કરન મેહરા વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો છે. ત્યારબાદ નિશાએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે કરને તેને અનેકવાર માર માર્યો છે. તેના ચહેરા પર ઈજાનું નિશાન સ્પષ્ટ દેખાતું હતું. હવે લાંબા સમય બાદ નિશાએ સો.મીડિયામાં એક દમદાર પોસ્ટ શૅર કરી છે.

શું કહ્યું નિશાએ?

નિશાએ ગ્લેમરસ તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘તે ચેન તોડીને, તે દરવાજામાંથી બહાર આવી ગઈ છું, જેણે મારી સ્કિન તથા હાડકાઓને પકડી રાખ્યા હતા. મેં મારી જાતને પાછળ છોડી નથી, પરંતુ બસ તેને મારા નવા ખભા પર લઈ લીધું છે. આની તાકતની મને જાણ નહોતી. મારા મગજ, શરીર તથા આત્માએ ક્યારેય મારો સાથ છોડ્યો નથી અને તે માટે આભાર. હું મારી જાતની સૌથી સાચી બહેનપણી છું. વિશ્વાસ રાખ્યો છે. નિશા રાવલની ડાયરી.’

નિશાએ કહ્યું હતું કે તેણે પતિ વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો છે. તેણે ઘણાં વર્ષોથી આ અંગે વાત કરી નહોતી, કારણ કે તેને ખ્યાલ હતો કે એક એક્ટર માટે કરિયર તથા ઈમેજ કેટલી જરૂરી છે.

ચર્ચા છે કે નિશા રાવલ ‘બિગ બોસ 15’માં ટૂંક સમયમાં જોવા મળી શકે છે. હાલમાં મેકર્સ તથા નિશા રાવલ વચ્ચે વાતચીત ચાલે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments