દ્રશ્યમના ડાયરેક્ટર નિશિકાંત કામતનું હૈદરાબાદની હોસ્પિટલમાં નિધન, અજય દેવગને વ્યક્ત કર્યુ દુ:ખ

0
0

ડાયરેક્ટર નિશિકાંત કામતનું મોત થયું છે. કેટલાક સમયથી તેમની સ્થિતિ નાજુક બની હતી. જેઓ. વેસ્ટ હૈદરાબાદના એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગેસ્ટ્રોલોજીમાં દાખલ હતા. આઈસીયુમાં દાખલ નીશીકાંતની સ્થિતિ ક્રિટીકલ પણ સ્થિર હતી.

નિશીકાંત કામતના મોત પર અજય દેવગને શોક વ્યક્ત કર્યો છે. અજય દેવગને તેમના ડિરેક્શનમાં દ્રશ્યમ ફિલ્મમાં કામ કર્યું હતું. નીશીકાંત કામતના મોતની આજ સવારથી અફવાઓ ચાલુ થઈ હતી. જે મામલે ખુલાસાઓ પણ થયા છે.

કેટલાક દિવસોથી નિશિકાંત નિધનના અહેવાલો બહાર આવ્યા છે. આજે એક્ટર રિતેશ દેશમુખ અને ડાયરેક્ટર મિલેપ ઝવેરીએ ટ્વીટ કરીને તેઓ જીવતા અને ક્રિટિકલ પરિસ્થિતિમાં હોવાનું જણાવ્યું હતું. જોકે હવે તેમને દુનિયા છોડી દીધી છે.

હોસ્પિટલમાં દાખલ થતાં નીશિકાંત કામતની હેલ્થ પર એક પ્રેસ સ્ટેટમેન્ટ જારી કરવામાં આવ્યું હતું. સ્ટેટમેન્ટમાં જણાવાયું હતું કે, 31 મી જુલાઈએ એઆઇજી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમની સારવાર માટે એક સિનિયર ડોક્ટરની ચીમ બનાવાઈ છે. જેઓ સતત નીશીકાંતની સારવાર કરી રહ્યાં છે. આ ટીમમાં અનેક ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ્સ, હીપેટોલોજિસ્ટ્સ પણ ન હતા. ડાયરેક્ટરની સ્થિતિ આ સમયે પણ નાજુક બતાવાઈ હતી.

દ્રશ્યમ અને મદારી જેવી ફિલ્મો ડિરેક્ટ કરી ચૂકેલા નિશીકાંત કામતને હૈદરાબાદની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે લિવર સિરોસીસ નામની બિમારીથી લડી રહ્યાં હતા. એક્ટર રિતેશ દેશમુખે ટ્વિટ કરી આ વાતની જાણકારી આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here