ન્યૂ લોન્ચ : નિસાન કિક્સનું BS6 મોડેલ ભારતમાં લોન્ચ થયું, પ્રારંભિક કિંમત 9.50 લાખ રૂપિયા

0
6

દિલ્હી. નિસાને ઇન્ડિયન માર્કેટમાં અપડેટેડ Kicks SUV લોન્ચ કરી દીધી છે. 2020 Nissan Kicks BS6ની કિંમત 9.50 લાખ રૂપિયાથી 14.15 લાખ રૂપિયા વચ્ચે છે. BS6 Kicks સાત વેરિઅન્ટ અને બે પેટ્રોલ એન્જિન ઓપ્શનમાંમાર્કેટમાં ઉતારવામાં આવી છે. ડીઝલ એન્જિનને હવે આ SUVમાં બંધ કરી દેવામાં આવ્યું છે. અપડેટેડ નિસાન કિક્સની માર્કેટમાં ટક્કર હ્યુન્ડાઇ ક્રેટા અને કિઆ સેલ્ટોસ સાથે થશે.

પાવર

અપડેટેડ નિસાન કિક્સમાં BS6 કમ્પ્લાયન્ટ 1.5 લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન અને પાવરફુલ 1.3 લિટર ટર્બો પેટ્રોલ એન્જિનના ઓપ્શન છે. 1.5 લિટરવાળું એન્જિન 105 bhp પાવર અને 142 Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સથી સજ્જ છે. નવું 1.3 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન 154 bhp પાવર અને 254 Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન સાથે 6 સ્પીડ મેન્યુઅલ અને 8 સ્ટેપ CVT ઓટોમેટિક ગિયરબોક્સના ઓપ્શન છે.

એવરેજ ડિટેલ્સ

કિક્સના મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવનારું 1.5 લિટરનું એન્જિન લિટર દીઠ 13.9 કિમી છે. તેમજ, 1.3 લિટર ટર્બો એન્જિનની એવરેજ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે લિટર દીઠ 15.8 કિમી છે. એવરેજના આ આંકડા ARAI (ઓટોમોટિવ રિસર્ચ અસોસિએશન ઓફ ઇન્ડિય) અનુસાર છે.

કિંમત

1.5 લિટર એન્જિન કિક્સના બે વેરિઅન્ટ XL અને XVમાં મળશે, જેની કિંમત અનુક્રમે 9.50 લાખ રૂપિયા અને 10 લાખ રૂપિયા છે. ખાસ વાત એ છે કે BS4 મોડેલ કરતાં 1.5 લિટર એન્જિનવાળા 1.5 લિટરવાળા એન્જિનવાળા BS6 મોડેલની કિંમત 5 હજાર રૂપિયા ઓછી છે. 1.3 લિટર ટર્બો એન્જિન SUVના ત્રણ વેરિઅન્ટ XV, XV Premium, XV Premium (O)માં મળશે, જેની કિંમત અનુક્રમે 11.85 લાક રૂપિયા, 13.70 લાખ રૂપિયા અને 13.90 લાખ રૂપિયા છે. CVT ગિયરબોક્સ ટર્બો એન્જિન સાથે બે વેરિઅન્ટ XV અને XV Premiumમાં મળશે, જેની કિંમત અનુક્રમે 13.45 લાખ રૂપિયા અને 14.15 લાખ રૂપિયા છે.

લુક અને કલર

BS6 નિસાન કિક્સના લુકમાં કોઈ ફેરફાર નથી થયો. SUVની ડિઝાઇન BS4 મોડેલ જેવી જ છે. તેના ફ્રંટમાં V શેપ ગ્રિલ, સ્લિક LED હેડલેમ્પ, ફ્રંટ બંપર પર ફોક્સ સ્કિડપેલ્ટ્સ આપવામાં આવી છે. SUV 17 ઇંચ એલોય વ્હીલ્સ, બૂમરેંગ શેપ ટેલલેમ્પ અને રૂફ રેલ્સ સાથે આવે છે. BS6 કિક્સ SUV સિલ્વર, નાઇટ શેડ, બ્રોન્ઝ ગ્રે, ફાયર રેડ, પર્લ વ્હાઇટ અને ડીપ બ્લુ કલરમાં અવેલેબલ ઝછે. આ ઉપરાંત, SUV ત્રણ ડ્યુઅળ ટોન કલર ઓપ્શનમાં પણ મળશે, જેમાં અમ્બર ઓરેન્જ સાથે બ્રોન્ઝ ગ્રે, બ્લેક સાથે ફાયર રેડ અને બ્લેક સાથે પર્લ વ્હાઇટ સામેલ છે.

ઇન્ટિરિયર અને ફીચર

એક્સટિરિયરની જેમ SUVનું ઇન્ટિરિયર પણ પહેલાં જેવું જ છે, જેમાં ડેશબોર્ડ પર સોફ્ટ ટચ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં એન્ડ્રોઇડ ઓટો, એપલ કાર પ્લે અને વોઇસ રેકગ્નિશન સિસ્ટમ સાથે 8 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે. કિક્સમાં નિસાન કનેક્ટ સૂટ મળે છે, જેમાં 50થી વધારે ફીચર્સ આપવામાં આવ્યાં છે. આ ઉપરાંત, આ SUVમાં ક્રૂઝ કન્ટ્રોલ, ઓટોમેટિક AC, રિમોટ એન્જિન સ્ટાર્ટ, આઇડલ સ્ટાર્ટ સ્ટોપ સિસ્ટમ, રેન સેન્સિંગ વાઇપર્સ અને ઓટોમેટિક હેડલેમ્પ જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે.

સેફ્ટી

નિસાન કિક્સમાં 4 એરબેગ્સ, ABS, EBD, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કન્ટ્રોલ, ટ્રેક્શન કન્ટ્રોલ, હિલા સ્ટાર્ટ આસિસ્ટ, સ્પીડ અલર્ટ સિસ્ટમ અને 360 ડિગ્રી વ્યૂ સાથે રિવર્સ કેમેરા જેવાં ફીચર્સ મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here