ઇન્ડિયન સબ 4 મીટર SUV સ્પેસમાં નિસાને આખરે તેની નવી SUV મેગ્નાઇટ લોન્ચ કરી દીધી છે. તેની એક્સ શો રૂમ કિંમત 4.99 લાખ રૂપિયા છે, જે વેરિઅન્ટ વાઈઝ પર 9.35 લાખ રૂપિયા સુધી જાય છે. ભારતની સબ 4 મીટર SUV આ વખતે એકદમ વ્યસ્ત થઈ ગઈ છે કારણ કે, ઘણી કંપનીઓ સેગમેન્ટમાં પહેલેથી જ તેમની પ્રોડક્ટ્સ ઉતારી ચૂકી છે.
સેગમેન્ટમાં કિઆ સોનેટ, મારુતિ સુઝુકી વિટારા બ્રેઝા, ફોર્ડ ઇકોસ્પોર્ટ, હ્યુન્ડાઇ વેન્યૂ, ટાટા નેક્સન, મહિન્દ્રા XUV300 તેમજ ટોયોટા અર્બન ક્રુઝર સામેલ છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેની સ્પર્ધાત્મક કિંમત સાથે મેગ્નાઇટ તેમને પડકાર આપવામાં સફળ થશે.
નિસાન XE, XL, XV, XV પ્રીમિયમ અને XV પ્રીમિયમ (O) નામના પાંચ જુદા જુદા વેરિઅન્ટમાં મેગ્નાઇટ રજૂ કરી રહી છે. નીચે આપેલા ટેબલમાં SUVની વેરિઅન્ટ વાઇઝ કિંમત-
વેરિઅન્ટ | કિંમત |
XE 1.0-લિટર પેટ્રોલ MT | 4,99,000 રૂપિયા |
XL 1.0-લિટર પેટ્રોલ MT | 5,99,000 રૂપિયા |
XV 1.0-લિટર પેટ્રોલ MT | 6,68,000 રૂપિયા |
XV પ્રીમિયમ 1.0-લિટર પેટ્રોલ MT | 7,55,000 રૂપિયા |
XL 1.0-લિટર ટર્બો પેટ્રોલ MT | 6,99,000 રૂપિયા |
XV 1.0-લિટર ટર્બો પેટ્રોલ MT | 7,68,000 રૂપિયા |
XV प्रीमियम 1.0-લિટર ટર્બો પેટ્રોલ MT | 8,45,000 રૂપિયા |
XL 1.0-લિટર ટર્બો પેટ્રોલ CVT | 7,89,000 રૂપિયા |
XV 1.0-લિટર ટર્બો પેટ્રોલ CVT | 8,58,000 રૂપિયા |
XV પ્રીમિયમ 1.0-લિટર ટર્બો પેટ્રોલ CVT | 9,35,000 રૂપિયા |
1. નિસાન મેગ્નાઇટઃ SUV અનેક સેગમેન્ટ ફર્સ્ટ ફીચર્સથી સજ્જ છે

- મેગ્નાઇટ અનેક સેગમેન્ટ ફર્સ્ટ ફીચર્સથી સજ્જ છે, જેમાં વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે, 7 ઇંચ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર તેમજ 360 ડિગ્રી કેમેરા સામેલ છે. સેફ્ટી માટે SUVમાં ડ્યુઅલ ફ્રંટ એરબેગ્સ, ટાયર પ્રેશર મોનિટર, EBD સાથે ABS, રિવર્સ કેમેરા અને ISOFIX ચાઇલ્ડ સીટ એન્કર આપવામાં આવ્યા છે.
- અન્ય ફીચર્સમાં LED બાય પ્રોજેક્ટર હેડલેમ્પ, ક્રૂઝ કન્ટ્રોલ, સ્ટિયરિંગ માઉન્ટેડ કન્ટ્રોલ, વોઇસ રેકગ્નિશન ટેક્નોલોજી, પુશ બટન સ્ટાર્ટ, ઇલેક્ટ્રિકલી અડજસ્ટેબલ વિંગ મિરર અને એક ઓટોમેટિક ક્લાયમેટ કન્ટ્રોલ સામેલ છે.
- નિસાન XV અને XV પ્રીમિયમ વેરિઅન્ટ સાથે એક ઓપ્શનલ ટેક્નોલોજી પેકેજ પણ આપી રહી છે, જેમાં વાયરલેસ ચાર્જિંગ, એર પ્યુરિફાયર્સ, એમ્બિયન્ટ મૂડ લાઇટિંગ અને JBL સ્પીકર્સ જેવાં એડિશનલ ઇક્વિમેન્ટ સામેલ છે.
2. ડાયમેન્શન અને બૂટ સ્પેસ

સાઇઝના સંદર્ભમાં મેગ્નાઇટની લંબાઈ 3994mm, પહોળાઈ 1758mm, 1572mm લાંબી છે અને તેમાં 2500mm લાંબો વ્હીલબેઝ છે.
ડાયમેન્શન | નિસાન મેગ્નાઇટ |
લંબાઈ | 3994mm |
પહોળાઈ | 1758mm |
ઉંચાઈ | 1572mm |
વ્હીલબેઝ | 2500mm |
ગ્રાઉન્ડ ક્લિયરન્સ | 205mm |
બૂટ સ્પેસ | 336 લિટર |
3. એન્જિન ડિટેલ્સ

- મેગ્નાઇટને પાવર આપવા માટે તેમાં બે અલગ-અલગ પાવરટ્રેન છે, જેમાં 1.0 લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન સાથે જ એક નવું 1.0 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન સામેલ છે.
- 1.0 લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિનમાં 72PS મેક્સિમમ પાવર અને 96Nm પીક ટોર્ક મળે છે, જ્યારે ટર્બો-પેટ્રોલ એન્જિનમાં 100PS અને 160Nm (CVT સાથે 152Nm) જનરેટ કરે છે.
- 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ બંને પાવરટ્રેન સાથે સ્ટાન્ડર્ડ છે, જ્યારે ટર્બો પેટ્રોલ એન્જિનમાં ઓપ્શનલ CVT ઓટો પણ મળે છે.