શોકેસ : નિસાનની ઇલેક્ટ્રિક SUV Ariya શોકેસ થઈ, ફુલ ચાર્જ પર 500 કિમી સુધીનું અંતર કાપશે

0
11

દિલ્હી. જાપાનની ઓટોમોબાઇલ કંપનીએ તેની નવી ઇલેક્ટ્રિક ક્રોસઓવર SUV Nissan Ariya શોકેસ કરી દીધી છે. કંપનીનો દાવો છે કે, 2021 Nissan Ariya પાવરફુલ એક્સલરેશન અને સ્મૂધ ડ્રાઇવિંગ આપશે. આ ઇલેક્ટ્રિક SUVનો કોન્સેપ્ટ વર્ષ 2019માં ટોક્યો મોટર શોમાં રજૂ કરવામાં આવ્યો હતો. Nissan Ariyaની ડિઝાઇન અને ફીચર્સ મોટાભાગે કોન્સેપ્ટ મોડેલ જેવાં જ છે.

2 મોટર અને 2 બેટરી પેક ઓપ્શન
નિસાનની આ નવી ઇલેક્ટ્રિક SUV સિંગલ મોટર અને ટ્વીન મોટર ઓપ્શનમાં આવશે. તેમાં બેટરી પેકના પણ બે ઓપ્શન હશે, જેમાં 63kWh અને 87kWh સામેલ છે.

7.5 સેકંડમાં 100 કિમીની ઝડપ પકડી લેશે
સિંગલ મોટર મોડેલ 63kWh બેટરી પેક સાથે 218hp પાવર, જ્યારે 87kWh બેટરી પેક સાથે 242hp પાવર આપશે. 63kWh બેટરી પેક મોડેલ ફુલ ચાર્જ પર 360 કિમી અને 87kWh બેટરી પેક મોડેલ ફુલ ચાર્જ પર 500 કિમી સુધી ચાલશે. SUVનું સિંગલ મોટર મોડેલ ફક્ત 7.5 સેકંડમાં 0થી 100 કિમીની ઝડપ પકડવામાં સક્ષમ છે. તેની ટોપ સ્પીડ કલાક દીઠ 160 કિમી છે.

એન્જિન ડિટેલ્સ
ટ્વીન મોટર પાવરટ્રેનમાં નિસાનનું નવું e-4orce 4 વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ યુઝ કરવામાં આવી છે. 63kWh Ariya e-4orce મોડેલ 279hp પાવર અને 560Nm ટોર્ક જનરેટ કરે છે. ફુલ ચાર્જ પર આ 340 કિમી સુધી ચાલશે. સ્ટાન્ડર્ડ 87kWh વર્ઝન 306hp પાવર અને 600Nm ટોર્ક જનરેટ કરે છે. ફુલ ચાર્જ પર તેની રેન્જ 459 કિમી છે. તેમજ, ટોપ વેરિઅન્ટ e-4orce પર્ફોર્મન્સ મોડેલમાં 87kWh બેટરીપેક આપવામાં આવ્યું છે, જે 394hp પાવર અને 600Nm ટોર્ક જનરેટ કરે છે. ફુલ ચાર્જ પર આ મોડેલ 400 કિમી સુધી ચાલશે.

ફીચર્સ
Nissan Ariya એડવાન્સ્ડ ફીચર્સથી સજ્જ છે. તેમાં અલ્ટ્રા થિમ હેડલેમ્પ, બે 12.3 ઇંચ ઇન્સ્ટ્રુમેન્ટ મોનિટર અને સેન્ટર ડિસ્પ્લે, સેગમેન્ટની સૌથી મોટી ફુલ કલર હેડઅપ ડિસપ્લે, એમ્બેડેડ 4G કનેક્ટિવિટી અને નિસાનની ઇટેલિજન્ટ પર્સનલ આસિસ્ટન્ટ ટેક્નોલોજી સહિત ઘણાં ફીચર્સ આપવામાં આવ્યાં છે.

સેફ્ટી ફીચર્સ
સેફ્ટી માટે આ ઇલેક્ટ્રિક SUVમાં ઇન્ટેલિજન્ટ ઇમરજન્સી બ્રેકિંગ, ઇન્ટેલિજન્ટ ફોરવર્ડ કલિજન વોર્નિંગ, ઇન્ટેલિજન્ટ અરાઉન્ડ વ્યૂ મોનિટર અને રિઅર ઓટોમેટિક ઇમરજન્સી બ્રેકિંગ ટેક્નોલોજથી વગેરે ફીચર્સ આપવામાં આવ્યાં છે.

કિંમત
Nissan Ariya ઇલેક્ટ્રિક SUV વર્ષ 2021ના મિડમાં જાપાનમાં લોન્ચ થશે. ત્યારબાદ તેને અમેરિકા અને કેનેડામાં લોન્ચ કરવામાં આવશે. તેની પ્રારંભિક કિંમત 40 હજાર ડોલર એટલે કે 30 લાખ રૂપિયાની આસપાસ રહેવાની શક્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here