નિસાનની Terrano કારમાં BS6 એન્જિન અપગ્રેડ નહીં થાય, કંપનીએ ઓફિશિયલ વેબસાઇટ પરથી કારનું નામ કાઢી નાખ્યું

0
6

દિલ્હી. દેશમાં 1 એપ્રિલથી એન્જિન માટે નવા એમિશન નોર્મ્સ અમલમાં આવ્યા છે. જેના કારણે ઓટોમોબાઇલ કંપનીઓ તેમના વાહનોને BS6 એન્જિનમાં અપગ્રેડ કરી રહી છે. જો કે, આ અપડેટ આવવાને કારણે ઘણી બધી ગાડીઓ બંધ થઈ ગઈ છે, જેમાં નિસાનની Terrano કારનું નામ પણ ઉમેરાઈ ગયું છે. નિસાનની Terrano કારને કંપની BS6 એન્જિનમાં અપગ્રેડ નથી કરવાની અને આ કારને કંપનીએ તેની ઓફિશિયલ વેબસાઇટ પરથી પણ કાઢી નાખી છે.

નિસાન Terrano કાર ભારતમાં વર્ષ 2013માંલોન્ચ થઈ હતી અને તેને રેનોલ્ટ ડસ્ટરને ટક્કર આપવા કંપનીએ રજૂ કરી હતી. આ કારમાં 1.6 લિટરનું 4 સિલિન્ડરયુક્ત પેટ્રોલ એન્જિન આપવામાં આવે છે, જે 103PS પાવર અને 148Nm ટોર્ક જનરેટ કરે છે. આ ઉપરાંત, આ કારમાં 1.5 લિટરનું 4 સિલિન્ડરયુક્ત ડીઝલ એન્જિન પણ આપવામાં આવે છે.

નિસાન Terrano બંધ થયા બાદ હવે BS^ Kicks કંપનીના લાઇનઅપમાં એકમાત્ર SUV રહેશે. જો કે, કંપની ટૂંક સમયમાં માર્કેટમાં તેની કોમ્પેક્ટ SUV Magnite લઇને આવી રહી છે. જે આ વર્ષના અંત સુધીમાં લોન્ચ થશે. આ કારમાં અપડેટેડ HR15 1.5 લિટરનું H4K પેટ્રોલ એન્જિન સાથે એક નવું HR13 1.3 લિટરનું DDT એન્જિન આપવામાં આવશે. આ SUV ચાર ટ્રિમ્સ XL, XV, XV Premium અને XV Premium (O) વેરિઅન્ટમાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here