ગુજરાત વિધાનસભામા નીતિન પટેલે રજુ કર્યું બજેટ, બજેટનું કદ ૨,૧૭,૨૮૭ કરોડે પહોંચ્યું

0
12

ગુજરાત વિધાનસભામા નાણામંત્રી નીતિન પટેલે સતત આઠમી વખત બજેટ રજુ કર્યું હતું. નાણામંત્રી નીતિન પટેલે વર્ષ ૨૦૨૦-૨૧ નું બજેટ આજે ગુહમા રજુ કર્યું હતું. ગુજરાત સરકારના બજેટનું કદ ૨,૧૭, ૨૮૭ કરોડ સુધી પહોંચ્યું છે.નાણામંત્રી નીતિન પટેલે બજેટ રજુ કરતા સરકારે અલગ અલગ વિભાગોના બજેટની જોગવાઈઓ અંગે માહિતી આપી હતી.

જેમાં મહેસૂલ વિભાગ માટે રૂ. ૪૪૭૩ કરોડની જોગવાઈ અને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગકુલ રૂ. ૧૨૭૧ કરોડની જોગવાઈ કરી છે.

નીતિનભાઈ પટેલે રજુ કરેલા બજેટના અંશો

શહેરી વિકાસ અને શહેરી ગુહનિર્માણ માટે ૧૩,૪૪૦ કરોડની જોગવાઈ

શ્રમ અને રોજગાર વિભાગ માટે ૧૪૬૧ કરોડનો જોગવાઈ

માર્ગ અને મકાન વિભાગ માટે ૧૦,૨૦૦ કરોડની જોગવાઈ

વિધાર્થીઓને ટેબ્લેટ આપવા માટે ૨૦૦ કરોડની જોગવાઈ

ટેકનીકલ યુનીવર્સીટી માટેના મકાન માટે ૭૫ કરોડ જોગવાઈ

પાંજરાપોળને અપગ્રેડ કરવા એક વખતની સહાય પેટે શેડ, ઘાસચારા સંગ્રહ માટે ગોડાઉન, સ્પ્રિંકલર વગેરે જોગવાઈ માટે રૂ. 100 કરોડની જોગવાઈ

પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મહિને રૂ. 900 અપાશે, વર્ષે રૂ. 10,800 આપશે

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે 13, 440 કરોડની જોગવાઈ

ગુજરાત સરકાર ગાયો પાળવા માટે એક ગાયે વાર્ષિક રૂ. 10800 આપશે

શિક્ષણ માટે 31,995 કરોડની ફાળવણી

સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ, સ્ટેમ લેબ અને રમત ગમતની સુવિધીઓ માટે 250 કરોડની જોગવાઈ.

7000 નવા વર્ગખંડોના બાંધકામ માટે 650 કરોડની જોગવાઈ

કલ્પસર યોજના અંતર્ગત અભ્યાસો પૂર્ણ કરવા 400 કરોડની જોગવાઈ

આદિજાતિ વિસ્તારના વિકાસ માટે 1142 કરોડ રૂપિયાની જોગવાઈ

સુક્ષ્‍મ સિંચાઈ યોજના માટે 750 કરોડ રૂપિયાની જોગવાઈ

માઈક્રો ઈરીગેશનથી સિંચાઈ કરશે તે ખેડૂત જૂથોને પીયત દરમાં 50% રાહત

સૌની યોજનાથી 32 જળાશયો, 48 તળાવો અને 181 કરતા વધુ ચેકડેમો નર્મદાના પાણીથી ભરાયા.

૪૦ લાખ લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી.

પ્રતિદિન ૧૫ હજાર લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા મૈયાના દર્શન કરે છે

સૌની યોજના માટે 1710 કરોડની જોગવાઈ.

અટલ ભૂજલ યોજના માટે ઉત્તર ગુજરાત અને કચ્છના 24 તાલુકાઓને પાંચ વર્ષ માટે 757 કરોડની જોગવાઈ.

ગૃહ વિભાગ માટે 7503 કરોડની જોગવાઈ.

નિર્ભયા ફંડ અંતર્ગત મહિલાની સુરક્ષા માટે સેફ સીટી પ્રોજેક્ટ 63 કરોડની જો ગવાઈ.

પોલીસ આવાસ માટે 288 કરોડની જોગવાઈ

ખેડૂતોના વ્યાજ સહાય માટે 1000 કરોડની જોગવાઈ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here