રૂ.5300 કરોડની ભાડભૂત યોજનાનો નીતિન પટેલે વીડિયો કોન્ફરન્સથી કરાવ્યો શુભારંભ

0
3

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સફળ સાશનના પાંચમા વર્ષમાં પ્રવેશ અવસરે 5300 કરોડની બહુહેતુક ભાડભૂત યોજનાનો નાયબ મુખ્ય મંત્રી નીતિન ભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા શુભારંભ કરાવ્યો હતો.

મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવવા સાથે જળ આત્મનિર્ભર અને વોટર સરપ્લસ સ્ટેટ માટે આધુનિક તકનીક સાથે આ યોજના આઇકોનિક પ્રોજેક્ટ તરીકે ગુજરાતને વોટર પ્રોજેક્ટ નક્શામાં સ્થાન અપાવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

તેમણે કહ્યું કે નર્મદાના કિનારે વસેલા ભરૂચ અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં આ ભાડભૂત યોજના મીઠા પાણી પહોચાડવા સાથે ખારાશ આગળ વધતી અટકાવવા અને સિંચાઇ તેમજ ઉદ્યોગોને પણ પૂરતું પાણી આપવામાં ઉપકારક બનવાની છે.

મુખ્યમંત્રી એ આ યોજનાના ટેન્ડર માં ફૂલ પ્રૂફ પારદર્શિતા સાથે બધી જ ટેકનિકલ બાબતોની સર્વગ્રાહી ચકાસણી કરીને મંજુર કરવામાં આવ્યા છે તેની પણ વિગતો આપી હતી.

તેમણે કહ્યું કે 21 હજાર એમ.સી.એફ.ટી પાણી આ યોજનાથી મળતું થશે અને હજીરા દહેજ વચ્ચે 6 લેન બ્રિજ બનતા 18 કી.મી અંતર ઘટશે એટલું જ નહિ ફીશિંગ ની પણ અલગ ચેનલ ઊભી થતાં માછીમારીને પણ વેગ મળશે તેમ પણ ભરૂચ જિલ્લાને આ યોજનાના શુભારંભ પ્રસંગે અભિનંદન આપતા ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી એ ભરૂચ વિસ્તારની પાણીની લાંબા સમયની સમસ્યાનો સુખદ નિવેડો આ યોજનાથી આવે તે માટે કલ્પસર વિભાગ સમય બદ્ધ રીતે આગળ વધીને આ યોજના વેળાએ પૂર્ણ કરશે તેવી અપેક્ષા દર્શાવી હતી.

આ યોજનાથી કેવા અને કેટલાં લાભો થશે

આ યોજનામાં ખંભાતના અખાતમાં 30 કિમી લંબાઇનો 40 મીટર ઉંચાઇનો ડેમ બનાવવાનું આયોજન છે. જેમાં આશરે 10 હજાર મી. ઘનમીટર મીઠાં પાણીનો સંગ્રહ થશે. ખંભાતના અખાતમાં 11.0 મી. જેટલી ભરતી અને આશરે 6.0 મી/સેકન્ડ જેટલો ‘કરંટ’ હોવાથી કલ્પરસ પ્રોજેક્ટના પૂર્ણ શક્યતાદર્શી અહેવાલો બનાવવા માટે સમુદ્રશાસ્ત્રઅને પર્યાવરણીય અભ્યાસો ઉપરાંત, ડેમના સંલગ્ન ઘણા પાસાંઓ અને તેના પરથી અસરનો અભ્યાસ કરવાના થાય છે. હાલમાં કૂલ 21 અભ્યાસો પૂર્ણ થયા છે. 10 અભ્યાસો પ્રગતિ હેઠળ છે. આ પ્રોજેક્ટ્થી આશરે 10.54 લાખ હેક્ટર સૌરાષ્ટ્ર વિસ્તારને સિંચાઇ, પીવાના તેમજ ઔદ્યગિક પાણી, ભાવનગરથી દક્ષિણ ગુજરાત વચ્ચેના અંતરમાં 136 કિમીનો ઘટાડો, પવન/ સૌર ઊર્જા, જમીનનું નવસાધ્યકરણ, પ્રવાસન જેવા ઘણા લાભો થશે.