બિહાર : નીતિશ કુમારનો મોટો નિર્ણય, દારુબંધી બાદ હવે ગુટખા અને પાન-મસાલા પર પ્રતિબંધ

0
53

બિહારની નીતિશ સરકારે પાન મસાલાને લઇને મોટો નિર્ણય લીધો છે. દારુબંધી બાદ હવે રાજ્ય સરકારે પાન મસાલા પર એક વર્ષ માટે પ્રતિબંધ મૂકી દીધો છે. જાણકારી મુજબ, રાજ્ય સરકારના ફૂડ સેફ્ટી કમિશનરે બિહારમાં વેચાતા વિભિન્ન બ્રાન્ડના પાન મસાલાના વેચાણ પર પૂર્ણ રીતે બેન લગાવ્યો છે.

બિહારમાં દારુબંધી લાગૂ કર્યા બાદ પ્રદેશના લોકોને સ્વાસ્થ્ય અને જીવન સ્તરને ઉંચુ બનાવવાના ઉદ્દેશ્યથી સરકારે પાન મસાલાના વેચાણ પર પૂર્ણ રીતે પ્રતિબંધ લગાવ્યો છે. ગત કેટલાક સમયથી રાજ્ય સરકારને એ વાતની ફરિયાદ મળી રહી હતી કે બિહારમાં જે પાન મસાલાનું વેચાણ થઇ રહ્યું છે, તેમા મેગ્નેશિયમ કાર્બોનેટની માત્રા જોવા મળી છે.

આ વર્ષે જૂન અને ઓગસ્ટની વચ્ચે ખાદ્ય સુરક્ષા વિભાગે 20 બ્રાન્ડના પાન મસાલાના નમૂનાની તપાસ કરી. જેમા બાદ બહાર આવ્યું કે પાન મસાલામાં મેગ્નેશિયમ કાર્બોનેટ હોય છે. જેના કારણે હૃદય રોગ અને અન્ય ગંભીર પ્રકારની બીમારીઓ હોય છે.

જે બ્રાન્ડના પાન મસાલાની તપાસ કરવામાં આવી તેમા રજનીગંધા પાન મસાલા, રાજ નિવાસ પાન મસાલા, સુપ્રીમ પાન પરાગ પાન મસાલા, પાન પરાગ પાન મસાલા, બહાર પાન મસાલા, બાહુબલી પાન મસાલા, રાજશ્રી પાન મસાલા, રોનક પાન મસાલા, સિગ્નેચર પાન મસાલા, કમલા પસંદ પાન મસાલા, મધુ પાન મસાલા સામેલ છે. સરકારી આદેશ અનુસાર બિહારના લોકોના સારા સ્વાસ્થ્યના ઉદ્દેશ્યથી હવે પાન મસાલાના ઉત્પાદન અને વેચાણ પર પૂર્ણ રીતે રોક લગાવી દેવાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here