પર્વ : 25 માર્ચથી ચૈત્ર નવરાત્રિઃ આ વર્ષે એકપણ તિથિ ક્ષય થશે નહીં, નવે-નવ દિવસ નોરતા ઉજવાશે

0
20

ધર્મ દર્શન ડેસ્કઃ 25 માર્ચથી ચૈત્ર મહિનાની નવરાત્રિ શરૂ થઇ જશે. વર્ષમાં 2 ગુપ્ત અને 2 પ્રાકટ્ય નવરાત્રિ આવે છે. 2 પ્રાકટ્ય નવરાત્રિમાંથી પહેલી અને મુખ્ય નવરાત્રિ ચૈત્ર મહિનામાં આવે છે. જોકે, આ વખતે 25 માર્ચથી 2 એપ્રિલ સુધી રહેશે. આ વર્ષે કોઇપણ તિથિ ક્ષય થશે નહીં. નવે-નવ દિવસ નવરાત્રિ રહેશે.

વર્ષમાં 2 ગુપ્ત અને 2 પ્રાકટ્ય નવરાત્રિઃ-
હિંદુ કેલેન્ડર પ્રમાણે આખા વર્ષમાં 4 વાર નવરાત્રિ ઉજવવામાં આવે છે. તેમાંથી માર્ચ-એપ્રિલ અને સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં પ્રાકટ્ય નવરાત્રિ તથા જાન્યુઆરી-ફેબ્રુઆરી અને જૂન-જુલાઈમાં આવતી નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે. પ્રાકટ્ય નવરાત્રિઓમાં નવદુર્ગાની પૂજા કરવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે વિશેષ મંત્ર જાપ સાથે દેવીના મહાવિદ્યા સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.

ચૈત્ર નવરાત્રનું મહત્ત્વઃ-
ચૈત્ર નવરાત્રિના પહેલાં દિવસે માતા દુર્ગાનું પ્રાકટ્ય થયું હતું અને માતા દુર્ગાના કહેવાથી જ બ્રહ્માજીએ સૃષ્ટિનું નિર્માણ કર્યું હતું. ચૈત્ર સુદ એકમથી હિંદુ નવવર્ષની શરૂઆત થાય છે. આ સિવાય ભગવાન વિષ્ણુના સાતમા અવતાર ભગવાન રામનો જન્મ પણ ચૈત્ર નવરાત્રિએ જ થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here