હેલ્મેટ અંગે હજુ કોઈ નિર્ણય લેવાયા નથી, અંતિમ નિર્ણય કેન્દ્ર લેશે, રાજ્ય સરકાર આ અંગે વિચારણા કરશે

0
21

રાજ્યમાં વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજીયાત કરવાની પરિવહન મંત્રી આર.સી. ફળદુએ જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા રાજ્ય સરકારે હેલ્મેટ પહેરવાનો કાયદો મરજીયાત કરી દીધો હતો. જેને લઇને વાહનચાલકોને હેલ્મેટમાંથી મુક્તિ આપવામાં આવી હતી.

  • રાજ્યમાં વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજીયાત
  • પરિવહન મંત્રી આર.સી.ફળદુએ કરી જાહેરાત
  • સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવાનું રહેશેઃ ફળદુ

રાજ્યના વાહનચાલકો માટે હેલ્મેટને લઇને સૌથી મોટા સમાચાર આવ્યાં છે. હવેથી રાજ્યમાં વાહનચાલકો માટે હેલ્મેટ ફરજીયાત થઇ જશે. આ અંગેની રાજ્યના પરિવહન મંત્રી આર.સી. ફળદુએ નિવેદન આપ્યું છે. જેમાં જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરવાનું રહેશે.

સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને ફટકારી લગાવી હતી. જેમાં હેલ્મેટ કાયદો મરજીયાત કરવા પર સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી હતી.

આ અગાઉ થોડા દિવસો પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હેલ્મેટને લઈને મહત્વનું નિવદેન આપ્યુ હતું. જેમાં વિજય રૂપાણીએ કહ્યું હતું કે હેલ્મેટનો કાયદો કેટલાક સમય માટે મરજિયાત કરવામાં આવ્યો છે. હેલ્મેટ કાયદો સરકારે દૂર કર્યો નથી. જો કે, રોડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ દ્વારા હેલ્મેટના કાયદાને મરજિયાત કરતા કોર્ટમાં રાવ નાંખવામાં આવી હતી જેને પગલે ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને ટપારી હતી કે, લોકોની સુરક્ષા માટે ફરજિયાત કરેલા હેલ્મેટના કાયદાને મરજિયાત કેમ કર્યો.

હેલ્મેટ મામલે કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યુ હતું કે, હેલ્મેટના કાયદામાં કોઈ ઢીલાશ રાખવામાં નહી આવે. જો કાયદામાં જે કોઈ રાજ્યની સરકાર ફેરફાર કરશે તો રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવશે. અગાઉ રાજ્ય સરકાર દ્વારા હેલ્મેટના કાયદામાં ઢીલાશ અપાઈ હતી. આમ કેન્દ્રની આક્રમતા બાદ રાજ્ય સરકારે ફરીથી હેલ્મેટનો કાયદો ફરજીયાત કરી દીધો છે. નવા મોટર વ્હીકલ એકટની અમલવારી પર કેન્દ્રનું કડક વલણ જોવા મળ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here