સુરતમાં દિવાળીએ 10 વાગ્યા બાદ જાહેરમાં ફટાકડા નહીં ફોડી શકાય, પોલીસ કમિશનરે પ્રતિબંધ ફરમાવ્યો

0
6

શહેરમાં લગ્નપ્રસંગ, વિજય સરઘસ કે ધાર્મિક કે સામાજિક મેળાવડા દરમિયાન થતી આતશબાજીના કારણે થતા ઇજાના બનાવો બને છે. દર્દીઓ અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીની સાથોસાથ જાનમાલને નુકશાન અને ટ્રાફિક અડચણ જેવા પ્રશ્નો સર્જાતા હોય છે. જેથી શહેરના શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે એક જાહેરનામાં દ્વારા જરૂરી પ્રતિબંધ ફરમાવ્યા છે.

રાત્રિના 10થી સવારના 6 સુધી પ્રતિબંધ

પોલિસ કમિશનરની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં રાત્રિના 10 થી સવારના 6 વાગ્યા સુધી ફટાકડા અને દારૂખાનું ફોડવા પર પ્રતિબંધ મૂકયો છે. શહેરના જાહેર રસ્તા,રોડ ફૂટપાથ ઉપર દારૂખાનું,ફટાકડા ફોડવા,સળગાવવા ઉપર તથા આતશબાજી કરવા ઉપરાંત જાહેર રસ્તાઓ,રોડ તથા ફૂટપાથ ઉપર બોમ્બ, રોકેટ, હવાઇ તથા અન્ય ફટાકડા જેનો સમાવેશદારૂખાનામાં થતો હોય તેવા ફટાકડા સળગાવી વ્યકિત ઉપર ફેંકવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

હોસ્પિટલ,શાળાઓથી 100 મીટર દૂર ફટાકડા ફોડી શકાશે

શહેરના વિસ્તારમાં આવેલી હોસ્પિટલ, શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓના 100 મીટરના વિસ્તારમાં ફટાકડા/દારૂખાનું ફોડવું નહી. ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સુરત એરપોર્ટની ફરતી દિવાલ,ફેન્સીંગ તારની વાડથી 500 મીટરના ઘેરાવામાં કોઈ પણ વ્યકિતએ હવાઈ રોકેટ અથવા આકાશ તરફ ઉડે તેવા દારૂખાના કે ફટાકડા ફોડવા નહી. હજીરા અને ઈચ્છાપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોની કંપનીઓના કંપાઉન્ડના ધેરાવામાં કોઈ પણ વ્યકિતએ હવાઈ રોકેટ અથવા આકાશ તરફ ઉડે તેવા દારૂખાના કે ફટાકડા ફોડવા નહી. આ હુકમનો અમલ તા.5 ડિસેમ્બર સુધી રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે તેમ એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here