ચીનમાં હવે તાત્કાલિક ડિવોર્સ નહીં : જાન્યુઆરીથી ડિવોર્સ માટે પતિ-પત્નીને એક મહિનો સાથે રહેવું પડશે.

0
8

ડિસેમ્બરની ઠંડી બપોરમાં પણ શંઘાઈના હુઆંગપુ જિલ્લાના મેરેજ રજિસ્ટ્રેશન બ્યુરોમાં ભારે ભીડ છે. ડિવોર્સ લેવા આવતા લોકોની સંખ્યા બમણી થઈ ગઈ છે. સામાન્ય દિવસોમાં દરરોજ સરેરાશ 20 દંપતી જતાં હતાં, પણ હવે 40થી 50 દંપતી આવવા માંડ્યાં છે. ગ્વાંગઝુ અને શેન્સઝેન વિસ્તારમાં પણ ડિવોર્સની અપોઈન્ટમેન્ટ માટે સ્લોટ ભરાઈ ચૂક્યા છે. ઘણા જિલ્લામાં સવારે લાંબી કતાર લાગી રહી છે. કારણ એક જ છે કે આ તમામ લોકો 31 ડિસેમ્બર સુધી ડિવોર્સની પ્રક્રિયા પૂરી કરી લેવા માગે છે.

હાલ અરજી કરીએ તો એ જ દિવસે ડિવોર્સ મળી જાય છે

જોકે ચીનમાં 1લી જાન્યુઆરી 2021 પહેલાં સિવિલ કોડ લાગુ થઈ રહ્યો છે, જેને આ વર્ષના મે મહિનામાં ચીનની સંસદે મંજૂરી આપી દીધી હતી. વધતા ડિવોર્સના કેસને ધ્યાનમાં રાખતાં એને નિયમમાં સામેલ કરવામાં આવ્યો છે. હવે આગામી વર્ષથી અરજદાર દંપતીએ એક મહિનાનો ફુલ પિરિયડ સાથે પસાર કરવો પડશે. આ બધાની વચ્ચે પતિ-પત્નીમાંથી કોઈ એકનો પણ વિચાર બદલાય તો અરજી રદ કરી દેવાશે. હાલની વ્યવસ્થામાં દંપતીને અરજી કરતાંની સાથે જ ડિવોર્સ મળી જાય છે, જેનાથી આ નિયમને કારણે લોકો નારાજ પણ છે. તેમનું માનવું છે કે આનાથી લોકોની ડિવોર્સ લેવાની આઝાદી સમાપ્ત થઈ જશે.

નવા નિયમથી ગુસ્સામાં ડિવોર્સ આપવાના કેસ ઘટવાની આશા

ચીનમાં દેશના ટોચના રાજકીય સલાહકાર બોર્ડના ભૂતપૂર્વ સભ્ય શાંગ શાહુઆએ ચીનમાં સંબંધ બચાવવા માટેની પહેલ પર જણાવ્યું છે કે નવા નિયમનો ઉદ્દેશ આવેશમાં આવીને લીધેલા ડિવોર્સ જેવા કેસને ઘટાડવાનો છે, ખાસ કરીને યુવાન દંપતીઓના ડિવોર્સ. ઘણા યુવાન એક રાતે ઝઘડે છે અને બીજી સવારે છૂટાછેડા લઈ લે છે.પછી બપોર સુધીમાં તેમને આના માટે પસ્તાવો પણ થવા માંડે છે.

શાંગે જ 2010માં સૌથી પહેલા કૂલિંગ-ઓફ પિરિયડનો પ્રસ્તાવ આપ્યો હતો. તો આ તરફ ચાઈનીઝ એકેડમી ઓફ સોશિયલ સાયન્સમાં સોશિયોલોજીના પ્રો.વુ ઝિઓયિંગે જણાવ્યું હતું કે 2015માં સત્તાવાર રીતે એક બાળક નીતિને સમાપ્ત કરવા છતાં દેશમાં જન્મદર નથી વધતો, જેનું કારણ પરિવાર તૂટવાનું પણ છે. એટલા માટે સરકાર હવે પરિવારને બચાવવામાં લાગી ગઈ છે.

ગત વર્ષે 47 લાખ લોકોએ ડિવોર્સ લીધા, મહિલાઓએ વધુ પહેલ કરી

ચીનમાં 2003 પછી ડિવોર્સના મામલા વધ્યા. 2019માં 47 લાખ દંપતીએ ડિવોર્સ લીધા. 74% કેસમાં પહેલ મહિલાઓએ કરી. એક નિષ્ણાતે જણાવ્યું હતું કે આનું કારણ મહિલાઓના ખુલ્લા વિચાર હોવા અને લગ્ન પ્રત્યે પોતાનું વલણ બદલાવવાનું છે. ચિંતા એ છે કે 2019માં જ જન્મદર ઘટીને સાત દાયકાના ન્યૂનતમ સ્તર પર રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here