કામની ટિપ્સ : કૂકરમાંથી નહીં ઉભરાય દાળ અને પનીર રહેશે લાંબો સમય ફ્રેશ, જાણો 8 બેસ્ટ કિચન ટિપ્સ

0
64

આજકાલની ફાસ્ટ લાઈફમાં લોકોને બધાં જ કામ ફટાફટ પતાવી દેવા માંગે છે અને તેના માટે લોકો નવી-નવી ટિપ્સ અને ટ્રિક્સ પમ ફોલો કરતાં હોય છે. એમાંય ખાસ કરીને નોકરી કરતી ગૃહણીઓએ ઓછાં ટાઈમમાં ઘણાં બધાં કામ કરવાના હોય છે. જેથી રસોડાનું કામ ફટાફટ પતાવી શકે તે માટે ગૃહણીને કેટલીક અગત્યની અને કામની કિચન ટિપ્સ ફોલો કરતી હોય છે. જેથી આજે અમે ગૃહણીઓ માટે એવી જ ખાસ અને બહુ જ કામની કિચન ટિપ્સ લઈને આવ્યા છે, જે ગૃહણીઓનું કામ સરળ કરી દેશે. ચાલો જાણીએ.

ગૃહણીઓ માટે બેસ્ટ કિટન ટિપ્સ

  • ઘણીવાર આપણાં ઘરમાં બ્રેડ વધી જતી હોય છે. જો તમારા ત્યાં પણ આવું થાય છે તો બચેલી બ્રેડને મિક્સરમાં 2-3વાર ગ્રાઈન્ડ કરીને તેને પીસી લો. પછી તેને મીડિયમ ગેસ પર 5 મિનિટ શેકી લો. તૈયાર છે બજાર જેવા બ્રેડ ક્રમ્પ્સ, આને તમે નગેટ્સ કે કટલેસ બનાવવામાં ઉપયોગમાં લઈ શકો છો. આને એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરીને તમે 1 મહિના સુધી તેનો ઉપયોગ કરી શકો છો.
  • પનીરને લાંબો સમય સુધી ફ્રેશ રાખવા માટે તેને એક એરટાઈટ કન્ટેનરમાં મૂકી તેમાં થોડું પાણી નાખીને ફ્રીઝમાં રાખો. આનાથી પનીર લાંબો સમય સુધી ફ્રેશ રહેશે અને ખરાબ નહીં થાય.
  • જો તમારા ફ્રીઝમાં બહુ જ વાસ આવતી હોય તો તેના માટે આ ટ્રિક બેસ્ટ છે. તેના માટે એક અખબાર લઈને તેની પર પાણી છાંટી તેને થોડું ભીનું કરી દો. પછી તેને ફોલ્ડ કરીને તેને ફ્રીઝમાં મિડલમાં 7-8 કલાક માટે મૂકી દો. આનાથી તમારા ફ્રીઝમાં આવતી ગંધ દૂર થઈ જશે.
  • કૂકરમાં જ્યારે પણ દાળ બાફીએ તો હમેશાં તે કૂકરમાંથી બહાર નીકળતી હોય છે. તેનાથી બચવા દાળને ધોઈને કૂકરમાં જરૂર મુજબ પાણી નાખી તેમાં હળદર અને મીઠું નાખીને બરાબર મિક્સ કરી લો. પછી તેની પર 2-3 ટીપાં તેલ નાખી દો અને 2-3 ટીપાં કૂકરના ઢાંકણાની વચ્ચે નાખો. આનાથી દાળ ક્યારેય કૂકરની બહાર આવશે નહીં.
  • લીલાં શાકભાજી જ્યારે પણ ઘરે લાવીએ તો તે બહુ જ જલ્દી ખરાબ થઈ જાય છે. તો લાંબા સમય સુધી પાલક, મેથી, કોથમીર, ફુદીનો ફ્રેશ રાખવા તેને સાફ કરીને ટીશ્યૂ પેપરમાં લપેટીને એક પ્લાસ્ટિકના ડબ્બામાં બંધ કરીને ફ્રીઝમાં મૂકો. તેનાથી શાકભાજીમાં રહેલું મોઈશ્ચર દૂર થશે અને તમારા લીલાં શાકભાજી 4-5 દિવસ સુધી બગડશે નહીં.
  • લીલાં મરચાંને ફ્રેશ રાખવા માટે તેના ડીંટા તોળીને તેને કપડાંથી લૂછીને તેને એક પ્લાસ્ટિકના એરટાઈટ ડબ્બામાં સ્ટોર કરી શકો છો.
  • જો તમે કૂકિંગમાં નવા છો અને તમને કૂકરમાં ભાત બનાવતા નથી આવડતાં તો તમને અહીં પરફેક્ટ રીત જણાવી રહ્યાં છે. તેના માટે કોઈપણ વાટકી કે ગ્લાસનું માપ રાખો. જેમ કે, 1 ગ્લાસ ચોખા કૂકરમાં લઈને તેને 3-4વાર ધોઈ લો. પછી 1 ગ્લાસ ચોખા હોય તો તેમાં દોઢ ગ્લાસ પાણી ઉમેરો. પછી હાઈ ફ્લેમ પર એક જ સીટી લગાવવી. આનાથી તમારા રાઈસ એકદમ પરફેક્ટ બનશે.
  • સોજીને લાંબા સમય સુધી રાખીએ તો તેમાં જીવાત થવા લાગે છે. જો તેને લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે તેને પાંચ મિનિટ સુધી મીડિયમ આંચ પર શેકી લો. પછી ઠંડું કરીને તેને એરટાઈટ કન્ટેનરમાં રાખી મહિના સુધી સારી સ્ટોર કરીને રાખી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here