અમદાવાદ : હવે ટ્રાફિક નિયમ તોડવા પર પૈસા નથીનું બહાનું નહીં ચાલે, પોલીસ ડિજિટલ પેમેન્ટથી દંડ વસૂલશે

0
16

અમદાવાદ: કેન્દ્ર સરકારના મોટર વાહન વ્હીકલ એક્ટનો ગુજરાતમાં 16 સપ્ટેમ્બર એટલે કે આજથી અમલ શરૂ થઈ ગયો છે. નવા નિયમ પ્રમાણે ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા પકડાય તો 1000 હજાર રૂપિયા દંડ થાય છે. તેમ નવા સુધારા પ્રમાણે પહેલી વખત 500 રૂપિયા અને બીજી વખત પકડાય તો 1000 રૂપિયા કરવામાં આવશે. જોકે હજુ લોકો મુંઝવણમાં છે કે કેટલો દંડ ભરવો પડશે. બીજીતરફ ટ્રાફિક પોલીસ પણ આધુનીક બની રહી છે. સ્થળ પર જ દંડ વસૂલાત સમયે વાહન ચાલક કેસ પૈસા નથી એમ કહી બહાના ના બતાવતા હોય છે. આ માટે હવે ટ્રાફિક પોલીસ પણ point Of Sale મશીન દ્વારા કાર્ડ સ્વાઇપ કરી દંડની વસૂલાત કરી શકે છે.

વાહન ચાલક પાસેથી ઓનલાઇન પેમેન્ટ લઇ શકાશે
ટ્રાફિક પોલીસના જણાવ્યાં અનુસાર, પહેલા ટ્રાફિકના નિયમો તોડવા પર કેસમાં દંડ વસૂલવામાં આવતો હતો. જેનાથી ઘણીવાર પોલીસ પર ભ્રષ્ટાચારનો આરોપ લાગતા હતા. આ વાતને ધ્યાનમાં લેતા ટ્રાફિક પોલીસ પોતાની પધ્ધતિને આધુનિક બનાવવા માંગે છે. એટલે દરેક વાહન ચાલક પાસેથી ઓનલાઇન પેમેન્ટ લઇ શકાય છે. આ માટે 500થી વધારે કાર્ડ સ્વાઇપ મશીન લેવામાં આવશે. મશીન દ્વારા સ્પોટ ફાઇન લોકેશન રાખવામાં આવશે. સૌ પ્રથમ આ ટેકનીક અમદાવાદમાં ટ્રાય કરવામાં આવશે. અહીં સફળ થયા બાદ રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ સ્વાઇપ મશીનો દ્વારા પેમેન્ટ લેવામાં આવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here