કોરોના વર્લ્ડ : ઇંગ્લેન્ડમાં એકસાથે 30થી વધુ લોકો ભેગા નહિ થઈ શકે, માસ્ક ન પહેરવા અને મોટી પાર્ટી કરવા પર દંડ ફટકારાશે; દુનિયામાં અત્યાર સુધીમાં 2.33 કરોડ કેસ

0
6

દુનિયામાં કોરોનાવાયરસ સંક્રમણના અત્યાર સુધીમાં 2 કરોડ 33 લાખ 77 હજાર 806 કેસ સામે આવ્યા છે. તેમાંથી 1 કરોડ 59 લાખ 4 હજાર 288 દર્દીઓ સાજા થયા છે, જ્યારે 8 લાખ 8 હજાર 588 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ આંકડા www.worldometers.info/coronavirus અનુસાર છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(WHO)એ માસ્ક પહેરવા અંગે નવી ગાઈડલાઈન જારી કરી છે. ઇંગ્લેન્ડમાં પોલીસ એકસાથે 30 લોકો સાથે પાર્ટી અથવા કોઈપણ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરવા પર 10 હજાર પાઉન્ડ (લગભગ 1 લાખ રૂપિયા)નો દંડ ફટકારશે.

જે લોકો આવા કાર્યક્રમોમાં સામેલ થશે અથવા માસ્ક નહિ પહેરે તેમને 100 પાઉન્ડ (લગભગ 10 હજાર રૂ.)નો ફાઇન ભરવો પડશે. દરેક વખતે નિયમ તોડનાર પર દંડ ડબલ વધશે. જોકે સ્કોટલેન્ડ, વેલ્સ અને આયર્લેન્ડ રાજ્ય 30થી વધુ લોકોને ભેગા થતા રોકવા પોતાના નિયમ બનાવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here