જબલપુર: મધ્ય પ્રદેશના જબલપુર જિલ્લામાં હાલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. અહીં એક પત્નીએ પોતાના પતિ સાથે હેરફેર કરી દીધી હતી. પત્નીએ દોસ્ત સાથે મળીને પતિને સરકારી નોકરીએ લગાવવાના નામ પર પતિ પાસેથી 38 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જે બાદ પીડિત પતિએ પોતાની જ પત્ની અને તેના દોસ્ત વિરુદ્ધ છેતરપિંડીની મદન મહલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હવે મદન મહલ પોલીસે આ સમગ્ર મામલે કાર્યવાહી કરી છે. પોલીસે મોટા ભાગનો સામાન જપ્ત કરી લીધો છે, આવો જાણીએ શું છે આ સમગ્ર મામલો…
અહીં ઉલ્લેખનીય છે કે, મદન મહલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતા આદિત્ય મિશ્રાએ પોતાની પત્ની પૂજા અને તેના કથિત પિત્રાઈ ભાઈ નરસિંહપુરના રહેવાસી આકાશ નેમા વિરુદ્ધ નોકરીએ લગાવવાના નામ પર છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હવે તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે, આકાશ નેમા, પૂજાનો ભાઈ નહીં પણ દોસ્ત છે. ત્યાર બાદ તપાસ આગળ વધી તો જાણવા મળ્યું કે, જે પૈસા આકાશે લીધા હતા, તેમાંથી લક્ઝુરી કાર ખરીદી રહ્યા હતા.
પત્નીએ પોતાના દોસ્ત સાથે મળીને પતિને જ 38 લાખનો ચૂનો લગાવી દીધો. પહેલા પતિને સરકારી નોકરીએ લગાડવાના નામ પર જાળ બનાવી, બાદમાં પત્નીએ પોતાના દોસ્તને પિત્રાઈ ભાઈ બનાવીને પતિ અને સાસરિયાના લોકોને મળાવા લઈ આવી. કોન્ટ્રાક્ટ વર્ગ 2માં પતિને નોકરી અપાવવાના નામ પર ત્રણ વર્ષમાં પતિ પાસેથી લગભગ 38 લાખ રૂપિયા દોસ્તને અપાવ્યા. એટલું જ નહીં લગ્નમાં મળેલા ઘરેણાં પણ ગાયબ કરી નાખ્યા, પણ સરકારી નોકરી મળી નહીં. બાદમાં જ્યારે પતિએ પૈસા પાછા માગ્યા તો બહાના બનાવવા લાગ્યા.
સમય વીતતો ગયો, પણ આદિત્યને ન તો નોકરી મળી ન પૈસાનો કોઈ હિસાબ મળ્યો. જ્યારે આદિત્યને આકાશ પાસે પૈસા પાછા માગ્યા તો એવું કહીને વાત ટાળી દીધી કે પૈસા તો વપરાઈ ગયા અને હવે પાછા આવે તેવી કોઈ શક્યતા નથી. તેનાથી કંટાળીને આદિત્યે મદન મહલ પોલીસ સ્ટેશનમાં પત્ની અને આકાશ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી.
પોલીસે આ મામલામાં તપાસ શરૂ કરી દીધી છે. તપાસના પહેલા તબક્કામાં પોલીસે બંને પત્ની અને તેના દોસ્તની પૂછપરછ માટે બોલાવ્યા, આખરે પોલીસી તપાસ બાદ પત્ની અને તેના દોસ્તની ધરપકડ કરી લીધી છે.
પોલીસે બંને પાસેથી લગભગ 26 લાખ રૂપિયા અને 29 તોલા સોનાના ઘરેણાં જપ્ત કરી લીધા છે. તો વળી તે પહેલા 6 તોલા સોનું અને 1 લાખ રૂપિયા રોકડા તથા એક વેન્યૂ કાર જપ્ત કરી હતી. આ ઘરેણાં નરસિંહપુરમાં બજાજ ફાઇનાન્સમાં રાખ્યા હતા.