સુરત કોલસેન્ટર કેસ : 11મા માળે ઓફિસ લેવાનું કારણ કોઈને ખબર ના પડે માટે ,

0
0

સુરતઃ વેસુમાં લાલાભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમની પાછળ યુનિયન હાઇટ્સમાં ચાલતા ગેરકાયદે કોલસેન્ટરના મુખ્ય સૂત્રધાર કેલ્વીન જોધાણી અને હિતેશ કાકડીયાની કોલ ડિટેઈલની ઊંડી તપાસ થાય તો ઘણા રહસ્યો બહાર આવશે. 22 ATM કાર્ડ અને 17 બેંક ખાતા બાબતે પોલીસે બેંકોને લેટર લખીને તેની વિગતો મંગાવી છે. ટોળકીના બન્ને ચીટરોએ સુરત સિવાય અન્ય રાજ્યોમાં ઘણા લોકોને ફેન્ડશીપના નામે છેતરી કરોડોની કમાણી કરી છે. પોલીસ કોલસેન્ટરના સ્ટાફના 3 થી 4 વ્યક્તિઓને હજુ શોધી રહી છે. તેઓના એડ્રેસ સહિતની વિગતો મેળવી પોલીસે ઘરે તપાસ કરી હતી પરંતુ ચાર માંથી એકપણ મળી આવ્યો ન હતો. વધુમાં ટોળકીનું 11 માળે ઓફિસ લેવાનું કારણ એવું છે કે કોઈને ગંધ ન જાય અને બહારથી કોઈ નોકરી માટે કે અન્ય કામ માટે આવે તો રીસેપ્શન પરથી તગેડી મૂકતા હતા.

એકાદ વર્ષ ઉપરથી આ વેપલો ચાલતો હતો

સૂત્રોનું માનીએ તો આ ટોળકી એકાદ વર્ષ ઉપરથી આ વેપલો કરતી હોવા છતાં પોલીસ સમક્ષ 5થી 6 મહિનાથી કારોબાર ચલાવતા હોવાનું જણાવી રહ્યા છે. ખરેખર આ મામલો ગંભીર છે પોલીસ કમિશનર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ આ બાબતે તેના વિશ્વાસુ અધિકારી તપાસ કરાવે અને સાયબર ક્રાઇમ આ બાબતે ઉંડાણપૂર્વક તપાસ કરે તો આ ટોળકીના અન્ય ઘણા મામલાઓ સામે આવી શક્યતાઓે છે.

ઓફિસની અંદર કોઈને એન્ટ્રી ન હતી

મુખ્ય સૂત્રધાર કેલ્વીન અને હિતેશ કાકડીયા ઓળખાણ વગર કોઈને પણ નોકરીમાં રાખતા ન હતા. એટલું જ નહીં ઓફિસની અંદર કોઈને એન્ટ્રી ન હતી. કોલ સેન્ટર શરૂ કર્યુ ત્યારે કેલ્વીન અને તેનો ભાઈ પ્રતિક, ફેનિલ અને મિત્રની બહેન સહિત 4 જણાને કામે રાખ્યા હતા. કેલ્વીન અને તેના ભાઈ પ્રતિકે મિત્રો પાસે નોકરી ન હોય તેમને 10 થી 12 હજાર રૂપિયાની લાલચ આપી નોકરી પર રાખ્યા હતા. નોકરી પર લાગેલા ફેનિલ અને તેની બેન ફેરીશીએ તેની અન્ય બહેનપણીને પર નોકરી પર રાખી હતી. બહારથી કોઈ નોકરી માટે કે અન્ય કામ માટે આવે તો રીસેપ્શન પરથી તગેડી મુકતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here