અમદાવાદનો પૂર્વ વિસ્તાર કોરોના એપી સેન્ટર બનવા તરફ અગ્રેસર, ના માસ્ક, ના ડિસ્ટન્સિંગ, ના નિયમ

0
0

અમદાવાદ શહેરમાં રેકોર્ડબ્રેક કોરોનાના કેસ આવી રહ્યા છે. આ સમયે લોકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઘરની બહાર કામ વગર ન નીકળે, પણ લોકો બહાર નીકળી પોતાની સાથે પરિવાર અને અન્ય લોકોને મુશ્કેલીમાં મૂકે છે. અમદાવાદના વિવિધ વિસ્તારમાં આટલા કેસ વધવા છતાં લોકો બેફીકર માસ્ક વગર ફરતા જોવા મળી રહ્યા છે.

જો પોલીસ કડક કાર્યવાહી કરે તો સ્થિતિ બદલાઈ શકે

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલા ભીડભંજન હનુમાન મંદિરથી છેક બાપુનગર ચાર રસ્તા પર સેંકડો લોકો બેફીકર ફરતા નજરે ચઢતા હતા. અહીં લોકો બેફામ બનીને ફરી રહ્યા હતા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને હવે આ કોરોનાનું નવું એપી સેન્ટર બને તો નવાઇ નહિ. હવે પોલીસ દ્વારા આ વિસ્તારમાં કડક અમલ કરવામાં આવે તો અનેક માનવ જિંદગીને બચાવી શકાય છે.

આ વિસ્તારમાં કોરોનાના કેસ એકદમ વધી શકે એવાં એંધાણ.

આ વિસ્તારમાં કોરોનાના કેસ એકદમ વધી શકે એવાં એંધાણ.

100 મીટર દૂર છે પોલીસ સ્ટેશન, પણ કોઈ પરવાહ નથી

રખિયાલ વિસ્તારમાં પોલીસ સ્ટેશનથી ગરીબનગર ચાર રસ્તા સુધી સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળી રહ્યા છે. અહીં લોકોને કોરોનાની જાણે કોઈ ખબર જ નથી એમ જીવી રહ્યા છે. રસ્તા પર હજારો લોકો ફરી રહ્યા છે. એની સાથે ભાગ્યે જ કોઈ માસ્ક પહેરેલા દેખાય છે. અહીં પોલીસ સ્ટેશન માત્ર 100 મીટર દૂર છે, જ્યાં આટલી મોટો સંખ્યામાં લોકો રસ્તા પર ફરી રહ્યા છે. હવે આ વિસ્તારમાં કોરોનાના કેસ એકદમ વધી શકે એવાં એંધાણ વર્તાઈ રહ્યાં છે અને સ્થાનિક પોલીસ આ બાબતે કેમ કાર્યવાહી કરતી નથી એ મોટો પ્રશ્ન છે.

પોલીસ સ્ટેશન માત્ર 100 મીટર દૂર છે, જ્યાં આટલી મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ફરી રહ્યા છે.

પોલીસ સ્ટેશન માત્ર 100 મીટર દૂર છે, જ્યાં આટલી મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ફરી રહ્યા છે.

લોકો કોઈપણ ચિંતા કર્યા વગર ફરે છે

અમદાવાદ શહેરમાં હવે કોરોનાના કેસ વધી રહ્યા છે. એટલું જ નહીં, અનેક લોકો મોતને ભેટી ચૂક્યા છે. અનેક લોકો ઘરના મોભી અને વહાલસોયાને ગુમાવી ચૂક્યા છે. ત્યારે પણ લોકો કોઈપણ પરવાહ કર્યા વગર ફરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here