Tuesday, March 25, 2025
Homeએન્ટરટેમેન્ટENTERTAINMENT : ના હોય...! થપ્પડ મારુંગી ફેમ એક્ટ્રેસ અને કાર્તિકની રુમર્ડ ગર્લફ્રેન્ડના...

ENTERTAINMENT : ના હોય…! થપ્પડ મારુંગી ફેમ એક્ટ્રેસ અને કાર્તિકની રુમર્ડ ગર્લફ્રેન્ડના બે બાળકો, જાણો મામલો

- Advertisement -

બોલિવૂડનો લોકપ્રિય અભિનેતા કાર્તિક આર્યન સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી શ્રીલીલા એકબીજાને ડેટિંગ કરી રહ્યા છે. હાલમાં જાણવા મળ્યું છે કે, શ્રીલીલા બે બાળકોની માતા છે. જેના લીધે તે અંગત જિંદગીને લઈને ચર્ચામાં આવી છે.

બે બાળકોની માતા છે શ્રીલીલા
શ્રીલીલા પ્રચલિત અભિનેત્રી જ નહીં, પરંતુ તે એક સામાજિક કાર્યકર પણ છે. આ સિવાય તેણે મેડિકલનો અભ્યાસ પણ કર્યો છે. તાજેતરમાં ઇન્સ્ટન્ટબોલિવુડે તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં એક મીડિયા રિપોર્ટને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે, શ્રીલીલા બે બાળકોની માતા છે. જો કે, આ બંને બાળકો તેણે દત્તક લીધા છે.

ગુરૂ અને શોભિતાને દત્તક લીધા

મીડિયા રિપોર્ટમાં લખ્યું છે કે, વર્ષ 2022માં શ્રીલીલાએ અનાથાલયમાંથી બે દિવ્યાંગ બાળક ગુરૂ અને શોભિતાને દત્તક લીધા છે. તેમની ફિલ્મ બાય ટૂ લવ રિલિઝ થતાં પહેલાં જ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અભિનેત્રીને આ બંને બાળકો પ્રત્યે લગાવ થતાં તેણે તેમને દત્તક લેવાનો નિર્ણય લીધો હતો.

કાર્તિકની માતાએ સંકેત આપ્યો

શ્રીલીલા હાલના દિવસોમાં કાર્તિક આર્યન સાથે ડેટિંગની અફવાઓને કારણે ચર્ચામાં છે. હાલમાં જ કાર્તિકની માતાએ પણ આ સંબંધ અંગે સંકેત આપ્યો હતો. વાસ્તવમાં, જયપુરમાં એક એવોર્ડ શો દરમિયાન, કાર્તિકની માતાએ કંઈક એવું કહ્યું જેણે તેમની ડેટિંગની અફવાઓને વેગ આપ્યો હતો.

અફવાઓની ખાતરી થઈ નથી

જયપુરમાં IIFA એવોર્ડ શઓ દરમિયાન કાર્તિક આર્યનની માતા માલા તિવારીને પુત્રના ભાવિ જીવનસાથી વિશે પૂછવામાં આવ્યું હતું. તો તેણે કહ્યું કે પરિવારમાં એક સારી ડૉક્ટર હોવી જોઈએ. પછી શું થયું… લોકો અનુમાન કરવા લાગ્યા કે કદાચ કાર્તિક અને શ્રીલીલા બંને એકબીજાને ડેટ કરી રહ્યા હતા. જો કે, આ સમાચારની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular