Saturday, September 25, 2021
Homeનોકિયાનો મોંઘો સ્માર્ટફોન : નોકિયાએ ગ્લોબલ માર્કેટમાં તેનો નવો 5G સ્માર્ટફોન 'નોકિયા...
Array

નોકિયાનો મોંઘો સ્માર્ટફોન : નોકિયાએ ગ્લોબલ માર્કેટમાં તેનો નવો 5G સ્માર્ટફોન ‘નોકિયા XR20’ લોન્ચ

નોકિયાએ ગ્લોબલ માર્કેટમાં તેનો નવો 5G સ્માર્ટફોન ‘નોકિયા XR20’ લોન્ચ કર્યો છે. કંપનીનો દાવો છે કે આ ફોન મિલિટ્રી ગ્રેડ મજબૂતી ધરાવે છે. ફોન 1.8 મીટર ઊંચાઈએથી પડે તો પણ તેમાં ક્રેક પડતી નથી. આ નોકિયાનો પ્રીમિયમ ફોન છે.

નોકિયા XR20ની કિંમત
નોકિયાનો આ સ્માર્ટફોન અલ્ટ્રા બ્લૂ અને ગ્રેનાઈટ ગ્રે કલર વેરિઅન્ટમાં અવેલેબલ છે. તેની કિંમત $550 (આશરે 41,000 રૂપિયા) છે. ફોનનું વેચાણ 24 ઓગસ્ટથી શરૂ થશે. કંપનીએ આ ફોનનાં ભારતમાં લોન્ચિંગ વિશે હજુ સસ્પેન્સ રાખ્યું છે.

ફોનનાં સ્પેસિફિકેશન
સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર

  • ફોનમાં પંચ હોલ ડિઝાઈન હોવાથી કેમેરા ડિસ્પ્લેની જગ્યા નહિ રોકે. સ્ક્રીન સાઈઝ મોટી લાગશે. ફિંગર પ્રિન્ટ સેન્સર પાવર બટનની જગ્યાએ મળશે. બેક કેમેરા સ્ક્વેર શૅપમાં ડ્યુઅલ કેમેરા યુનિટમાં મળશે.
  • ફોનમાં 6.67 ઈંચની HD+ ડિસ્પ્લે છે. તે 1080×2400 પિક્સલ રિઝોલ્યુશન ધરાવે છે. તેમાં 550 નિટ્સની બ્રાઈટનેસ મળે છે. તેનાથી સૂર્ય પ્રકાશમાં પણ ફોટોગ્રાફી અને ગેમિંગનો શાનદાર એક્સપિરિઅન્સ મળશે. ડિસ્પ્લેને ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ પ્રોટેક્શન મળ્યું છે.

48MP કેમેરા ફોટોગ્રાફીનો એક્સપિરિઅન્સ શાનદાર બનાવશે

  • આ ફોનમાં ડ્યુઅલ રિઅર કેમેરા મળે છે. તેમાં 48MPનો પ્રાઈમરી લેન્સ અને 13MPનો અલ્ટ્રા વાઈડ કેમેરા છે.
  • ફોન 15 વૉટનું વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરે છે.
  • બોડીની મજબૂતી સાથે ફોન પ્રોસેસરમાં પણ પ્રો છે. ફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 480 પ્રોસેસર મળે છે. ફોનમાં 6GBની રેમ અને 128GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળે છે.
  • ફોનની બેટરી કેપેસિટી 4630 mAhની છે. તે 18 વૉટ વાયર્ડ અને 15 વૉટ વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરે છે.
  • તેને IP68 રેટિંગ મળ્યું છે. અર્થાત ફોન વૉટર અને ડસ્ટ રેઝિસ્ટન્સ છે. ફોનમાં સ્ટીરિયો સ્પીકર અને સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સ્કેનર મળે છે.
  • કંપનીનો દાવો છે કે ફોન એન્ડ્રોઈડ 11 OS પર રન કરે છે. કંપની તેના પર 4 વર્ષ સુધી મંથલી સિક્યોરિટી અપડેટ અને 3 વર્ષની OS અપડેટ આપશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments