અમેરિકાના રાષ્ટ્રપતિ નામાંકિત : નોબલ શાંતિ પુરસ્કાર- 2021 માટે નોમિનેટ થયા ડોનાલ્ડ ટ્રમ્પ, UAE- ઇઝરાયલ વચ્ચે શાંતિ સમજૂતી કરાવી હતી

0
0

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નોબલ શાંતિ પુરસ્કાર- 2021 માટે નામાંકિત કરવામાં આવ્યા છે. UAE અને ઇઝરાયલ વચ્ચે ઐતિહાસિક શાંતિ મંત્રણા યોજવા માટે ડોનાલ્ડ ટ્રમ્પને નામાંકિત કરવામાં આવ્યા છે. અમેરિકન મીડિયા અનુસાર ટ્રમ્પને નોર્વે સંસદના ક્રિશ્ચિયન તાઈબ્રીંગ વતી આ એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા છે. તેમના તરફથી સતત ડોનાલ્ડ ટ્રમ્પના વખાણ કરવામાં આવ્યા હતા. દાવો કરવામાં આવ્યો હતો કે, ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વમાં શાંતિ સ્થાપિત કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે.

UAE – ઇઝરાયલ વચ્ચે શાંતિ સમજૂતીમાં ટ્રમ્પની મહત્વની ભૂમિકા

ટ્રમ્પને UAE – ઇઝરાયલ વચ્ચે શાંતિ સમજૂતીમાં તેમની ભૂમિકાને લઈને નામાંકિત કરવામાં આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થા બાદ જ બંને દેશો વચ્ચે શાંતિ સમજૂતી કરવામાં આવી હતી. UAE – ઇઝરાયલે 13 ઓગસ્ટના રોજ આ સમજૂતીનું એલાન કર્યું હતું. ફોક્સ ન્યૂઝ અનુસાર ટાઇબ્રિંગે કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશો વચ્ચેની લાંબી દુશ્મનાવટનો અંત લાવી દીધો છે. જે કોઈપણ પ્રકારના શાંતિ પુરસ્કાર માટે પૂરતું છે.

ટ્રમ્પે વિશ્વમાં શાંતિ સ્થાપિત કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે

ક્રિશ્ચિયન તાઇબ્રિંગ નોર્વેની સંસદમાં ચાર વખત સભ્ય રહી ચૂક્યા છે અને નાટોની સંસદીય વિધાનસભાના પણ સભ્ય છે. આટલું જ નહીં, તાઇબ્રિંગે દાવો કર્યો હતો કે ટ્રમ્પે જમ્મુ-કાશ્મીરને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચેના વિવાદના સમાધાન માટે, ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચેની દુશ્મનીને નાબૂદ કરવા અને ઉત્તર કોરિયા દ્વારા અણુ શસ્ત્રોના મુદ્દે ઉકેલી શકાય તેવા પ્રયાસ કર્યા હતા, જે ખુબજ સરાહનીય છે.

ટ્રમ્પ જ આ પુરસ્કારના સાચા હકદાર

ક્રિશ્ચિયન તાઇબ્રિંગે કહ્યું કે આ એવોર્ડ માટે નામાંકિત અન્ય કોઈ સભ્યએ વૈશ્વિક શાંતિ સ્થાપિત કરવા માટે ટ્રમ્પ કરતાં વધુ પ્રયાસો કર્યા નથી.જ્યારે પણ કોઈપણ બે દેશો વચ્ચે વિવાદ થાય ત્યારે ટ્રમ્પે તેના ઉકેલ માટે મધ્યસ્થતા કરવાની ઓફર કરી છે, તે દર્શાવે છે કે તેઓ જ આ પુરસ્કારના સાચા હકદાર છે.

ચૂંટણીમાં ટ્રમ્પને ફાયદો થઇ શકે છે

ઉલ્લેખનીય છે કે આ વર્ષે જ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે, એવામાં આ નામાંકિતના કારણે તેમને ચૂંટણીમાં ફાયદો થઇ શકે છે. આ પહેલા અમેરિકાના પૂરેવ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને પણ નોબલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જો કે, આ પ્રથમ નથી જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને આ પુરસ્કાર માટે સન્માનિત કરવામાં આવ્યા હોય, 2018માં કિમ જોંગ ઉન સાથે સંમેલન કરવા માટે પણ નોમિનેટ કરવામાં આવ્યા હતા. જો કે તે સમયે ડોનાલ્ડ ટ્રમ્પને આ સન્માન મળ્યું ન હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here