વિક્કી કૌશલની ભૂલનાં કારણે નોરા ફતેહી થઇ ગઇ Oops મૉમન્ટની શિકાર

0
0

મુંબઇ: હાલમાં જ એક નોન ફિલ્મી ગીત ‘બડા પછતાઓગે’ (Bada Pachtaoge) લોકોનાં મોઢે ચઢી ગયુ છે. આ ગીતને બોલિવૂડનાં પ્રખ્યાત સિંગર અરિજીત સિંહ (Arijit Singh)એ ઘણાં ખાસ અંદાજમાં ગાયુ છે. આ એક્ટર વિક્કી કૌશલ (Vicky Kaushal) અને પ્રખ્યાત એક્ટ્રેસ નોરા ફતેહી (Nora Fatehi) પર ફિલ્માવવામાં આવ્યું છે. આ ગીતની પ્રમોશન ઇવેન્ટમાં નોરા સાથે એવી ઘટના બની ગઇ કે તે ક્યારેય નહીં ભૂલી શકે.

ખરેખરમાં કંઇક એમ થયું કે, નોરા ફતેહી અને વિક્કી કૌશલ તેનાં ગીતનાં પ્રમોશન માટે એક કાર્યક્રમમાં પહોંચ્યા હતાં. ત્યાંથી ફોટો શૂટ અને મીડિયા સાથે વાતચીત દરમિયાન બંને ગીતનો સિગ્નેચર સ્ટેપ કરી રહ્યાં હતાં. તે સમયે નોરા ખચકાઇ. કારણ કે કાર્યક્રમમાં તેને જે વન પીસ પહેર્યું હતું તે થોડુ ખુલ્લું હતું. અને ડાન્સ દરમિયાન તે ઉંચુ થઇ ગયુ હતું.

આ ડાન્સનો સિગ્નેચર સ્ટેપ કરવા માટે જ્યારે ત્યાં હાજર લોકોએ કહ્યું કે, તો શરૂઆતમાં નોરા તેને નજરઅંદાજ કરી રહી હતી. પણ વિકી ડાન્સ કરવા તૈયાર થઇ ગયો હતો. જે બાદ નોરા તૈયાર થઇ આ સમયે સ્ટેપ કરતાં તેને તેનાં કપડાં સંભાળવા પડ્યાં હતાં. નોરાએ આખી ઘટનાને તદ્દન સામાન્ય બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ સમયે સ્ટેજ પર થોડો માહોલ શર્મિંદગીનો થઇ ગયો હતો. આ સમયે સૌ કોઇ નૌરા અને વિકીનો વીડિયો અને ફોટો લઇ રહ્યાં હતાં તેથી આ વૅાર્ડરોબ માલફંક્સનની તસવીરો ચારેય તરફ ફેલાઇ ગઇ છે. આ ઘટના બાદ નોરાએ ગીત વિશે લાંબી વાતચીત કરી હતી. વિક્કીએ પણ સોન્ગ અંગે ઘણી વાત કરી હતી. આ સોન્ગ અરિજીત સિંહએ ગાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here