મેઘ મહેર : રાજ્યમાં 24 કલાકમાં 70 તાલુકામાં સામાન્ય વરસાદ, સૌથી વધુ તાપીના નિઝર તાલુકામાં અડધો ઈંચ વરસાદ

0
0

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી મેઘ મહેર યથાવત્ છે. અત્યારસુધીમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં વરસાદ વરસ્યો છે. જોકે છેલ્લા 2 દિવસથી રાજ્યમાં સૌથી વધુ એક ઈંચ જેટલો જ વરસાદ પડ્યો છે. ગઈકાલેથી આજે સવાર સુધીમાં છેલ્લા 24 કલાકમાં 70 તાલુકામાં સામાન્ય વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેમા સૌથી વધુ તાપીના નિઝર તાલુકામાં 21 MM (અડધો ઈંચ) જેટલો વરસાદ પડ્યો છે. ત્યારબાદ અમરેલી, સુરત, આણંદ, ખેડા, નવસારી તેમજ વલસાડના તાલુકાઓમાં સામાન્ય વરસાદ જોવા મળ્યો હતો. અમદાવાદમાં કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડતા ઉકળાટનો માહોલ સર્જાયો હતો.

24 કલાકમાં 10 તાલુકામાં સૌથી વધુ વરસાદ વરસ્યો

જિલ્લો તાલુકો વરસાદ(MM)
તાપી નિઝર 21
અમરેલી રાજુલા 16
આણંદ તારાપુરા 15
સુરત ચૌર્યાસી 15
ખેડા વાસો 13
અમરેલી સાવરકુંડલા 12
ખેડા નડિયાદ 12
નવસારી ચીખલી 12
વલસાડ પારડી 10
અમદાવાદ સાણંદ 9

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here