Monday, September 20, 2021
Homeનોર્મલ્સી ઇન્ડેક્સ રિપોર્ટ : દુનિયા કોરોનાકાળ પૂર્વેની નોર્મલ લાઇફ તરફ પરત ફરી...
Array

નોર્મલ્સી ઇન્ડેક્સ રિપોર્ટ : દુનિયા કોરોનાકાળ પૂર્વેની નોર્મલ લાઇફ તરફ પરત ફરી રહી

દુનિયા કોરોનાકાળ પૂર્વેની નોર્મલ લાઇફ ભણી પરત ફરી રહી છે. તેણે અડધીથી વધુ મજલ કાપી પણ લીધી છે. ‘ધ ઇકોનોમિસ્ટ’ના ‘નોર્મલ્સી ઇન્ડેક્સ રિપોર્ટ’માં આ દાવો કરાયો છે. આ રિપોર્ટ ભારત સહિત વિશ્વના એવા 50 અગ્રણી દેશના સરવે પર આધારિત છે કે જે વિશ્વનો 90% જીડીપી કવર કરે છે.

આ દેશોમાં વિશ્વની 76% વસતી વસે છે. રિપોર્ટમાં કોરોના પૂર્વેના અને હાલના જીવનની તુલના ઇન્ડેક્સના આધારે કરાઇ છે. તે માટે અમુક સ્થિતિઓ પર ધ્યાન અપાયું. જેમ કે મોટા શહેરોમાં જાહેર પરિવહન, વાહનવ્યવહાર, આં.રા. અને ડોમેસ્ટિક ફ્લાઇટ્સ કેટલી નોર્મલ થઇ? સિનેમા અને પ્રોફેશનલ ગેમ્સની શું સ્થિતિ રહી? દુકાનોમાં ભીડ, છૂટક વેચાણ કેટલું વધ્યું કે ઘટ્યું?

મોટા શહેરોની ઓફિસોમાં કામનું સ્તર, લોકો ઘરમાંથી કેટલા નીકળવા લાગ્યા? ઇન્ડેક્સની ગણતરી માટે ટ્રેકરમાં કોરોના પૂર્વેના જીવનને 100 અંક પર સેટ કરાયા. તેના આધારે વિશ્વમાં વર્તમાન જીવનને 69 અંક મળ્યા છે જ્યારે રિટેલ માર્કેટ, ઘરમાં ન રહેવાના સમય, જાહેર પરિવહન સુવિધા, ઓફિસનું કામકાજ 80 અંકથી ઉપર રહ્યા.

જોકે, સિનેમા હૉલમાં દર્શકોનો ઇન્ડેક્સ માત્ર 32 રહ્યો. ભારતનો વર્તમાન જીવન ઇન્ડેક્સ 53.8 રહ્યો. ટ્રેકરમાં ભારત 44મા ક્રમે છે. હોંગકોંગ 101.2 ઇન્ડેક્સ સાથે સૌથી ઉપર છે. પાક. ચોથા સ્થાને છે. અમેરિકા, ચીન કે બ્રિટન ટોપ 10 દેશમાં પણ નથી. કોરોના દરમિયાન માર્ચ, 2020માં વૈશ્વિક સામાન્ય સ્થિતિ ઇન્ડેક્સ પહેલીવાર ગગડ્યો હતો. તેનું કારણ કઠોર નિયંત્રણો હતા. એપ્રિલ 2020માં તે 35% રહી ગયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments