નોર્થ કોરિયા : સાઉથ કોરિયન ફિલ્મોની સીડી વેચનારને ગોળીઓ મારી દેવાઈ

0
2

ઉત્તર કોરિયામાં કિમ જોંગ ઉનનુ તાનાશાહી શાસન છે. અહીંયા નાની નાની વાતમાં પણ લોકોને જીવ ગુમાવવો પડતો હોય છે.

જોકે આ દેશની ઘણી બાબતો તો સામે પણ નથી આવતી. કારણકે અહીંયા આકરી સેન્સરશિપ છે.જેમાં વિદેશી ફિલ્મો જોવા પર પ્રતિબંધનો પણ સમાવેશ થાય છે. નોર્થ કોરિયાએ તો પોતાના કાયદા કાનૂન વધારે આકરા બનાવ્યા છે. તાજેતરમાં જ દક્ષિણ કોરિયાની ફિલ્મોની સીડી વેચતા એક વ્યક્તિને ગોળીઓથી ઉડાવી દેવાની સજા આપવામાં આવી હતી.

લી નામના વ્યક્તિ પાસેથી દક્ષિણ કોરિયાની ફિલ્મોની સીડી પકડાઈ હતી. સાથે સાથે ગીતો અને મ્યુઝિક વિડિયો પણ મળી આવ્યા હતા. આ વ્યક્તિએ સીડી વેચીને દેશદ્રોહ કર્યો હોવાનુ કારણ આપીને તેને મોતની સજા અપાઈ હતી. 12 સૈનિકોએ તેને ગોળીઓથી વિંધી નાંખ્યો હતો. તે વખતે હાજર તેના પરિવારજનોને રડી પણ નહોતા શક્યા. જો તેઓ રડયા હોત તો દેશદ્રોહી પ્રત્યે સહાનુભૂતિ બતાવી હોવાનુ કારણ આપીને તેમને પણ આકરી સજા અપાઈ હોત.

એ પછી તેનુ મોત થયુ ત્યારે તેના મૃતદેહને ટ્રકમાં નાંખીને રાજકીય કેદીઓને રખાય છે તે જેલમાં લઈ જવાયો હતો.

નોર્થ કોરિયાએ ડિસેમ્બર 2020માં પોતાના કાયદા વધારે આકરા બનાવ્યા છે. હવે અહીંયા સાઉથ કોરિયાની ફિલ્મો કે ટીવી શો જોવા અપરાધ છે. કોઈ જો પકડાય તો તેને મોતની અથવા આજીવન કેદની સજાની જોગવાઈ છે. નિયમોમાં બદલાવથી દેશની પ્રજામાં ડર વધી ગયો છે. દરેકને એવી બીક લાગી રહી છે કે, કોઈ પણ નાની વાત માટે મોતની સજા આપી દેવાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here