ઉત્તર કોરિયાનું નવું ફરમાન : વિદેશી ફિલ્મો જોશો કે ફાટેલાં જિન્સ પહેરશો તો મારી નાખીશું

0
9

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને નવું ફરમાન જાહેર કર્યું છે. તે હેઠળ વિદેશી ફિલ્મો જોવા અને વિદેશી કપડાં પહેરવા પર લોકોને મૃત્યુદંડની સજા ફટકારાશે. ઉપરાંત જો કોઈની પાસે અમેરિકી, જાપાની કે દક્ષિણ કોરિયાના વીડિયો મળશે તો તેને પણ મૃત્યુદંડ ફટકારાશે.

ખરેખર સરમુખત્યાર કિમ જોંગ ઉને તાજેતરમાં સરકારી મીડિયાને એક પત્ર લખ્યો હતો. તેમાં દેશના યુવાઓને આહવાન કર્યું છે કે તે યુવાઓમાં અપ્રિય, વ્યક્તિવાદી, સમાજવિરોધી વર્તન વિરુદ્ધ અભિયાન છેડે. તેને લઈને સરકાર કહે છે કે નવો કાયદો પ્રતિક્રિયાવાદી વિચારને રોકવા માટે લવાયો છે. પાડોશી દેશ દ.કોરિયાના લોકો કહે છે કે સરમુખત્યાર વિદેશી ભાષણો, હેરસ્ટાઈલ અને કપડાંને ખતરનાક ઝેર માને છે એટલા માટે તેના પર પ્રતિબંધ મૂકવા માગે છે.

વિશ્લેષકોનું કહેવું છે કે સરમુખત્યાર ઉ.કોરિયામાં બહારથી આવતી માહિતીઓ પર પ્રતિબંધ મૂકવા માગે છે. ડેલી એન.કે.અનુસાર સરમુખત્યાર નથી ઈચ્છતા કે તેમના નાગરિકો દ.કોરિયાની ચમક-દમકથી ભરેલી ટીવી સિરિયલો કે ફિલ્મો જુએ. કિમ યુવાઓના મનમાં ડર પેદા કરી તેમના અરમાન ખતમ કરવા માગે છે. તેમનું માનવું છે કે જો કોઈ બીજા દેશની સંસ્કૃતિ તેમના દેશમાં આવશે તો ત્યાંના યુવાનો તેમની સામે ઊભા થઈ શકે છે. તે સરમુખત્યારશાહીનો વિરોધ કરી શકશે છે. કાયદા અનુસાર જો કોઈ કર્મચારીને વિદેશી ફિલ્મ જોતા પકડી લેવાશે તો ફેક્ટરી માલિકને દંડિત કરાશે.

જો કોઈ બાળક વિદેશી કપડાં પહેરશે કે વિદેશી હેરસ્ટાઈલમાં પકડાશે તો તેનાં માતા-પિતાને દંડિત કરાશે. ગત વર્ષે ઉ.કોરિયાથી ભાગવામાં સફળ રહેલા ચોઈ જોંગ હુને જણાવ્યું કે સમય જેટલો કપરો છે, નિયમ, કાયદા અને સજા પણ તેવી કપરી થતી જાય છે.

લોકો બહારની દુનિયા જોવા માગે છે એટલા માટે વિદેશી વીડિયો જુએ છે
ડેલી એન અનુસાર ઉ.કોરિયાના લોકો જાણવા માગે છે કે આખરે બહારની દુનિયા કેવી દેખાય છે? ત્યાં શું ચાલે છે? ઉ.કોરિયાથી નાસેલા લોકો કહે છે કે પહેલાં તેમને લાગતું હતું કે પશ્ચિમના લોકો તેમના દેશ વિશે જૂઠું બોલે છે. ચોઈ જોંગ હુને કહ્યું કે જ્યારે હું ગત વર્ષે ચીન આવ્યો તો પહેલીવાર ઈન્ટરનેટ વિશે ખબર પડી. પછી મેં ઉ.કોરિયા પર અનેક ડોક્યુમેન્ટ્રી જોઈ. આર્ટિકલ વાંચ્યા અને ત્યારે મને લાગ્યું કે કદાચ આ સત્ય છે, કેમ કે તેમની વાતો સમજાઈ રહી હતી. અને એ ખબર પડવા સુધી ઘણી વાર થઇ ગઇ હતી. તેના પછી હું પાછો ફરી ના શક્યો. હું મારા પરિવારને ઘણો યાદ કરું છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here