Tuesday, September 21, 2021
Homeનોર્વે : આકાશમાં આ ઉલ્કાની ગાજવીજ સંભળાઈ અને રોશની જોવા મળી
Array

નોર્વે : આકાશમાં આ ઉલ્કાની ગાજવીજ સંભળાઈ અને રોશની જોવા મળી

નોર્વેના આકાશમાં રવિવારે એક મોટી ઉલ્કા જોવા મળી. લોકોને આકાશમાં આ ઉલ્કાની ગાજવીજ સંભળાઈ અને રોશની જોવા મળી. એક્સપર્ટનું કહેવું છે કે એવું પણ બની શકે છે તેનો કેટલોક ભાગ રાજધાની ઓસ્લોની નજીક પડ્યો હોય. જોકે હજી સુધી નુકસાનના કોઈ સમાચાર નથી.

ઓસ્લોથી 60 કિમી દુર પડવાના સમાચાર
ઉલ્કા દેખાયા હોવાના સમાચાર દિવસે લગભગ 1 વાગ્યે ટ્રોનધેમ શહેરમાંથી આવવાના શરૂ થયા હતા. હોલમેસ્ટ્રેંડમાં લાગેલા એક વેબ કેમેરાએ આકાશમાંથી પડતા ફાયરબોલને કેપ્ચર કર્યા હતા. નોર્વે ઉલ્કા નેટવર્ક વીડિયો ફુટેજનું એનાલિસિસ કરીને ઉલ્કાનું ઓરિજન અને તેને પડવાની જગ્યાને શોધવાની કોશિશ કરી રહ્યું છે. શરૂઆતની તપાસમાં એ વાત પ્રકાશમાં આવી કે ઉલ્કા ઓસ્લોથી 60 કિમી દૂર ફિનેમોર્કાના જંગલ વિસ્તારમાં પડી હશે.

મોર્ટેન બિલેટે તેને પડતી જોઈ
ઉલ્કા નેટવર્કના મોર્ટેન બિલેટ જેમણે ઉલ્કાને પડતી જોઈ, તેમણે જણાવ્યું કે તે ખૂબ જ ઝડપી હતી. રવિવાર બપોર સુધીમાં તેનો કોઈ કાટમાળ મળ્યો ન હતો. બિલેટનું કહેવું છે કે ઉલ્કાને શોધવામાં લગભગ 10 વર્ષ લાગી શકે છે.

5-6 સેકન્ડ સુધી ચમકી ઉલ્કા
બિલેટે જણાવ્યું કે ઉલ્કા 15-20 કિમી પ્રતિ સેકન્ડની ગતિથી આગળ વધી રહી હતી અને આકાશમાં લગભગ 5-6 સેકન્ડ સુધી તેનો પ્રકાશ દેખાયો હતો. કેટલાક લોકોએ એ પણ કહ્યું કે તેમણે આ ઘટનાની સાથે ભારે પવનનો પણ અનુભવ કર્યો અને તે પછી દબાણની લહેર પણ સર્જાઈ.

બિલેટે કહ્યું કે ગઈકાલે રાતે મંગળ અને ગુરુની વચ્ચેથી એક મોટો ખડક પસાર થવાનું અનુમાન હતું. 2013માં રશિયાના ચેલયાબિંન્સક શહેરની પાસે એક ઉલ્કા પડી હતી. તેના કારણે 1200 લોકોને ઈજા થઈ હતી અને ઘણી ઈમારતોને નુકસાન પહોંચ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments