Friday, April 19, 2024
Homeનાકના વાળ જરૂરી છે : નાકના વાળ અસ્થમા જેવી બીમારીઓનું જોખમ ઘટાડે...
Array

નાકના વાળ જરૂરી છે : નાકના વાળ અસ્થમા જેવી બીમારીઓનું જોખમ ઘટાડે છે

- Advertisement -

આજકાલ સોશિયલ મીડિયા પર એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે લોકો નોઝ વેક્સિંગ કરાવી રહ્યા છે. ઘણી વખત જ્યારે લોકો આવી કોઈ નવી વસ્તુ જુએ છે તો તેને એક વખત કરાવવાનું જરૂરથી વિચારે છે. જો તમે પણ આવો કોઈ વીડિયો જોઈને નોઝ વેક્સિંગ કરાવવા વિશે વિચારી રહ્યા હોવ તો પહેલા જાણી લો કે આ નિર્ણય તમારા સ્વાસ્થ્ય માટે કેટલો જોખમકારક હોઈ શકે છે.

નિષ્ણાતોના અનુસાર, નાકના વાળ તે હવાને ફિલ્ટર કરે છે, જેમાં આપણે શ્વાસ લઈએ છીએ. આ વાળ હવામાં રહેલા વાઈરસ, બેક્ટેરિયા અને અન્ય બીમારી ફેલાવતા જીવાણુઓથી બચાવે છે. મેડિકલ સાયન્સ આ વાત સદીઓથી કહેતું આવી રહ્યું છે કે, રેસ્પિરેટરી સિસ્ટમને હેલ્ધી રાખવા માટે નાકના વાળ જરૂરી છે.

નાકની અંદરની સંરચના સંપૂર્ણ રીતે કેવિટીને અટકાવે છે
વર્ષ 1896માં ડૉક્ટર્સના એક ગ્રુપે પ્રખ્યાત મેડિકલ જર્નલ ધ લાન્સેન્ટમાં લખ્યું હતું કે ઘણી વખત નાકમાં પિંપલ્સ અથવા ફોલ્લી પણ થાય છે જેને નેઝલ વેસ્ટિબ્યૂલિટિસ અથવા ફોલિક્યૂલિટિસ પણ કહેવામાં આવે છે. તે પ્રદૂષણ અને માટી અને બેક્ટેરિયાના કારણે થાય છે. નાકના વાળ ભેજની સાથે એવી જાળ બનાવે છે જે કોઈપણ વાઈરસ અથવા બેક્ટેરિયાને ફેફસાં સુધી જતા અટકાવે છે. એટલે કે નાકની અંદરની સંરચના સંપૂર્ણ રીતે કેવિટીને અટકાવે છે.

તેથી જ્યારે લોકો નાકના વાળ ટ્રિમ અથવા પછી વેક્સ કરાવે છે તો વાઈરસ અને બેક્ટેરિયા માટે એક ક્લિન ટ્રેક તૈયાર થઈ જાય છે. જેનાથી તે સરળતાથી ફેફસાં સુધી પહોંચી જાય છે.

નાકના વાળના કારણે અસ્થમાનું જોખમ ઘટી જાય છે
વર્ષ 2011માં ઈન્ટરનેશનલ આર્કાઈવ્સ ઓફ એલર્જી એન્ડ ઈમ્યુનોલોજીમાં પબ્લિશ 233 પેશન્ટની એક સ્ટડીમાં તુર્કીના સંશોધકોની એક ટીમને જાણવા મળ્યું કે જે લોકોના નાકમાં વાળ વધારે હતા, તેમને અસ્થમા થવાની આશંકા ઓછી હતી. જો કે, આ એક ઓબ્ઝરવેશનલ સ્ટડી હતી જેમાં કારણ અને અસર વિશે કશું જાણી શકાયું ન હતું, કારણ કે અસ્થમા કોઈ ઈન્ફેક્શન નથી.

નાકમાં વાળ વધારે હોવાથી નેઝલ એર ફ્લો પણ વધારે થાય છે.વર્ષ 2015માં નાકના વાળ ટ્રિમ કરાવતા પહેલા થતી ઈફેક્ટને જોવા માટે મેયો ક્લિનિકના ડૉક્ટરે 30 લોકો પર એક સ્ટડી કરી. સંશોધકોએ વોલેન્ટિયર્સ નોઝ હેર ટ્રિમ કરતા પહેલા અને ટ્રિમ કર્યા બાદ નેઝલ એર ફ્લો માપ્યો. સ્ટડીના રિઝલ્ટમાં જાણવા મળ્યું કે, નાકમાં વાળ વધારે હોવાથી નેઝલ એર ફ્લો પણ વધારે હોય છે.

સરળ ભાષમાં સમજો કે નાકના વાળ જરૂરી કેમ?
નાકમાં વાળ હોવા એ આપણા શરીર માટે ફાયદાકારક હોય છે કેમ કે તે આપણા શરીરમાં ગંદકીને પ્રવેશતા અટકાવે છે. શ્વાસની સાથે ધૂળ, માટી પણ જતી રહે છે જો આપણા નાકમાં વાળ ન હોય તો તે આપણા શરીરમાં પ્રવેશવા લાગે છે, જેનાથી ઘણી બીમારીઓ થઈ શકે છે અને જો તમારા નાકમાં વાળ હોય તો ગંદકી તમારા નાકના વાળમાં જ રહે છે. તમારા શરીરની અંદર નથી જતી, તેથી નાકના વાળને કટ કરવા જોઈએ નહીં. જેમ કે, પાંપણો આપણી આંખોને સાફ રાખે છે એવી જ રીતે નાકના વાળ આપણા નાકને સાફ અને સ્વસ્થ રાખે છે. નાકમાં વાળ નહીં હોય તો આ પ્રદૂષિત બેક્ટેરિયાના કારણે આપણે કોઈપણ ઈન્ફેક્શનનો ભોગ બની શકીએ છીએ.

નાકના વાળનું વેક્સિંગ કેમ ન કરાવવું જોઈએ?
ન્યૂયોર્ક યુનિવર્સિટીના ડૉ. એરિચ વોઈગટે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, નાકના ઉપરના ભાગથી શરૂ કરીને તમારા હોઠના ખૂણા બંનેને જો જોડશો તો એક ટ્રાયએંગલ બને છે. આ ટ્રાયએંગલ ચહેરાના ડેન્ઝર ટ્રાયએંગલનું હોય છે. આ ભાગ આંખ, નાક અને મોંની આસપાસનો ખાસ ભાગ હોય છે જે સંવેદનશીલ હોય છે.

ચહેરાના આ ભાગની પાસેથી શરીરની ઘણી મહત્ત્વપૂર્ણ નસો પસાર થાય છે જે ડાયરેક્ટ મગજની સાથે જોડાયેલી હોય છે. આ ડેન્ઝર ટ્રાયએંગલવાળા ભાગમાં જે બ્લડ વેસલ્સ એટલે કે રક્તવાહિનીઓ હોય છે તેનો સીધો સંબંધ મગજની પાસે આવેલી રક્તવાહિનીઓ સાથે હોય છે.

આંખ, નાક અને મોંની આસપાસની ત્વચા સ્કિન ઈન્ફેક્શનથી જલ્દી પ્રભાવિત થાય છે અને ઘણી વખત જોખમકારક સ્વરૂપ ધારણ કરી શકે છે. જેમ કે વાળ એક ઝટકાથી તોડો છો તો બ્લડ વેસલ્સમાં કાણું પડી જાય છે અને ત્યાંથી લોહી આવે છે અથવા ઈન્ફેક્શન થઈ શકે છે. આવી સ્થિતિમાં જો ડેન્ઝર ટ્રાયએંગલના ભાગમાં ગંભીર ઈન્ફેક્શન થઈ જાય તો તેનાથી ઈન્ફેક્શન મગજની નસો સુધી પહોંચી શકે છે.

હજી સુધી એ સ્પષ્ટ નથી કે વેક્સિંગ રેસ્પિરેટરી ઈન્ફેક્શનના જોખમને વધારી શકે છે
જો કે, કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે અત્યાર સુધી કોઈપણ રિસર્ચથી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે નાકના વાળના વેક્સિંગ અથવા ટ્રિમિંગ રેસ્પિરેટરી ઈન્ફેક્શનના જોખમને વધારી શકે છે. તેથી, એવું કહી શકાય નહીં કે નાકના વાળનું વેક્સિંગ અથવા ટ્રિમિંગ ન કરવું જોઈએ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular