સુંદર ચહેરો નહી, વ્યક્તિના શરીરની આ ખાસિયતથી વધે છે એકબીજા પ્રત્યેનું શારીરિક આકર્ષણ

0
15

કોઈ વ્યક્તિ તરફ આકર્ષણ ફક્ત તેના બાહ્ય દેખાવથી જ નથી થતુ પરંતુ તેમાં તેનો અવાજ અને તેનામાંથી આવતી ગંધ પણ જવાબદાર છે.આકર્ષણનો સંબંધ ફક્ત વ્યક્તિની સુંદરતા પર આધારીત નથી. પરંતુ તેનો અવાજ અને વ્યક્તિમાંથી આવતી ગંધ પણ કોઈને આકર્ષવા માટે ખૂબ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.

વ્રોત્સોવ્થ યુનિવર્સિટીમાં આ અંગે લગભગ 30 વર્ષ સુધી સંશોધન કરવામાં આવ્યું છે. આટલા લાંબા સંશોધન બાદ દરેક તથ્યોનો અભ્યાસ કરીને સંશોધનકર્તાઓએ કહ્યું કે, ‘આકર્ષક દેખાવા માટે તમારા લૂક્સ ઉપરાંત શરીરમાંથી આવતી એક વિશિષ્ટ ગંધ અને તમારો અવાજ મોટો ભાગ ભજવે છે.’

આ સંશોધન અંગેનો અહેવાલ ફ્રંટિઅર ઇન સાઇકોલોજી નામની જર્નલમાં છપાયો છે. આ સંશોધનના મુખ્ય લેખક વ્રોત્સોવ્થ યુનિવર્સિટીના પ્રોફેસર ગ્રોજેકા છે. તેમનું કહેવું છે કે, ‘હાલમાં થયેલી અનેક સમીક્ષાઓમાં ફક્ત બાહર દેખાતા આકર્ષણ પર જ ફોકસ કરવામાં આવ્યું છે. જ્યારે ચહેરા અને શારિરિક આકર્ષણ માટે બીજી પણ અનેક પહેલું પણ હોય છે.’

યુનિવર્સિટીમાં કરવામાં આવેલ રિસર્ચમાં લોકોના અવાજના આધારે શ્રોતાઓએ તે વ્યક્તિ કેટલો પ્રભાવશાળી છે, તેની ઇમોશનલ સ્થિતિ કેવી છે, તેમની શારિરિક બનાવટ કેવી છે જેવી અનેક બાબતો અંગે અનુમાન લગાવી દેખાડ્યા હતા. તો આવા જ બીજા પ્રયોગ દ્વારા જે તે સુગંધના આધારે વ્યક્તિના વ્યક્તિત્વ અને બીજા પાસાઓની જાણ પણ થતી હોવાનું સાબિત થયું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here