છેલ્લાં 15 વર્ષમાં વ્હેલ શાર્કના શિકારનો એક પણ કેસ નહીં

0
1

એક સમય હતો કે જ્યારે સૌરાષ્ટ્રનો દરિયાકિનારો વ્હેલ-શાર્ક માછલીના શિકાર માટે બહુ પંકાયેલો હતો. એક અંદાજ મુજબ, વર્ષે સરેરાશ 200થી વધારે વ્હેલ શાર્કનો શિકાર થતો હતો. આજે વ્હેલ શાર્ક માટે સૌથી સુરક્ષિત વિસ્તાર પણ સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો જ છે. સાગરખેડૂની દરિયાદીલીએ આજે વિશ્વની સૌથી મોટી માછલીને ગુજરાતની દીકરી બનાવી દીધી છે.

માછીમારો હવે વ્હેલ શાર્કનો શિકાર નથી કરતા પણ જો વ્હેલ શાર્ક પોતાની જાળમાં ફસાઇ જાય તો જાળને કાપી નાખીને પણ માછલીને છોડી મુકે છે. છેલ્લા 15 વર્ષમાં એકપણ વ્હેલ શાર્કનો શિકાર થયો નથી. આ સમયગાળા દરમિયાન સાગરખેડૂઓ પોતાની જાળમાં ફસાયેલી 800થી પણ વધારે વ્હેલ શાર્કને જાળમાંથી મુક્ત કરી દીધી છે. મોરારીબાપુએ પણ સાગરખેડૂઓને અપીલ કરી હતી કે વ્હેલ શાર્ક તો બચ્ચાંને જન્મ આપવા માટે પોતાના પિયર આવતી દીકરી જેવી છે. દીકરીને થોડી મરાય. તેને બચાવવી જોઇએ. 2001થી આ માછલીના શિકાર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

કેમ વ્હેલ શાર્કને ગમે છે ગુજરાતનો કાંઠો?

વ્હેલ શાર્ક માછલી ડિસેમ્બરથી માર્ચ દરમિયાન ગુજરાતના દરિયામાં જોવા મળે છે. ગુજરાતના દરિયાકિનારે ખૂબ સારા પ્રમાણમાં ફાયટોપ્લાંકટોન અને ઝુપ્લાંકટોન (વિવિધ સુક્ષ્મ દરિયાઇ જીવસૃષ્ટિ અને શેવાળ) હોય છે. જે વ્હેલ શાર્ક પોતાના ખોરાક તરીકે વધુ પસંદ કરે છે.

જાળના નુકસાન માટે 25 હજાર સુધીનું વળતર

2004માં જ્યારે વ્હેલ શાર્ક જાળમાં સપડાય ત્યારે વન વિભાગને માહિતી મોકલાતી હતી અને જાળ કાપીને માછલીને મુક્ત કરાતી હતી. 2012થી માછીમારો ખુદ વ્હેલ શાર્કને જાળમાંથી બચાવના ફોટો લઇ વન વિભાગમાં જમા કરાવી શકે છે. તેને રૂ. 25 હજાર સુધીનું વળતર ચૂકવાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here