વિક્રમ સંવત 2077માં 4 ગ્રહણ , સૌરાષ્ટ્ર-ગુજરાતમાં એકપણ ગ્રહણ દેખાશે નહીં

0
10

સૌરાષ્ટ્ર-ગુજરાત માટે વિક્રમ સંવત 2077નું વર્ષ એ ગ્રહણ વિનાનું વર્ષ રહેશે કારણ કે આ વર્ષમાં એકપણ ગ્રહણ રાજ્યમાં દેખાશે નહીં, ગ્રહણની અસર પણ નહીં દેખાય. આથી લોકોએ કે મંદિરો, ધાર્મિક સંસ્થાઓએ એકપણ ગ્રહણ ધાર્મિક રીતે પાળવું નહીં પડે. શાસ્ત્રી રાજદીપ જોષી જણાવે છે કે નવા વર્ષમાં ચાર ગ્રહણ થવાના છે જેમાં બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણનો સમાવેશ થાય છે.

પરંતુ આ ગ્રહણ વિશ્વના કેટલાક દેશોમાં જ દેખાવાનું છે. સામાન્ય રીતે ગ્રહણ દરમિયાન શહેરના મંદિરો કે ધાર્મિક સંસ્થાઓના દ્વાર બંધ કરી દેવામાં આવે છે, ગ્રહણ પૂર્ણ થયા બાદ મંદિરને સફાઈ કરી, ધોઈ શુદ્ધ કર્યા બાદ જ ભાવિકો માટે ખોલવામાં આવે છે પરંતુ આ વર્ષે ગુજરાતભરમાં એકપણ ગ્રહણ દેખાવાનું નહીં હોવાથી મંદિરો કે ધાર્મિક સંસ્થાઓએ ગ્રહણ પાળવાનું રહેશે નહીં. મંદિર ખુલ્લા રાખી શકશે.

ક્યુ ગ્રહણ ક્યા દિવસે સર્જાશે, ક્યા દેખાશે

  • ચંદ્રગ્રહણ |30 નવેમ્બર, સોમવાર કારતક સુદ પૂનમને તારીખ 30ને સોમવારે ચંદ્રગ્રહણ વૃષભ રાશીમાં થશે. રોહિણી નક્ષત્ર છે. આ ગ્રહણ એશિયા, ઓસ્ટ્રેલિયા, અમેરિકામાં દેખાશે ભારતમાં દેખાશે નહીં આથી ધાર્મિક દ્દષ્ટિએ આ ગ્રહણ પાળવું જરૂરી નથી.
  • સૂર્યગ્રહણ |14 ડિસેમ્બર, સોમવાર કારતક વદ અમાસને તારીખ 14 ડિસેમ્બરને સોમવારના દિવસે સૂર્યગ્રહણ ધન રાશીમાં થશે. આ ગ્રહણ અમેરિકાના દક્ષિણભાગમાં દેખાશે. ભારતમાં દેખાવાનું નહીં હોવાથી ધાર્મિક દ્દષ્ટિએ પાળવાનું નથી.
  • ચંદ્રગ્રહણ |25 મે, બુધવાર વૈશાખ સુદ પૂનમને તારીખ 26મેને બુધવારના દિવસે ચંદ્રગ્રહણ થશે. આ ગ્રહણ વૃશ્ચિક રાશીમાં થવાનું છે. આ ગ્રહણ ભારતના કેટલાક પૂર્વ ભાગમાં અને અમેરિકા, ઓસ્ટ્રેલિયામાં દેખાશે, ગુજરાતમાં નહીં દેખાય.
  • સૂર્યગ્રહણ |10 જૂન, ગુરુવાર વૈશાખ વદ અમાસને તારીખ 10 જૂનને ગુરુવારના દિવસે સૂર્યગ્રહણ થશે. જે વૃષભ રાશીમાં થશે. આ ગ્રહણ યુરોપ, અમેરિકા, રશિયા, કેનેડા, એશિયામાં દેખાશે. ભારતમાં નહીં દેખાય એટલે પાળવું નહીં પડે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here