રાહુલની રેલી :’મોદી સરકારમાં EVM નહીં પણ ‘MVM’ એટેલે કે મોદી વોટિંગ મશીન ચાલે છે, પણ બિહારમાં આ વખતે મહાગઠબંધન જીતશે’

0
9

અરરિયા અને બિહારીગંજમાં રાહુલ ગાંધી મોદી-નીતિશની જોડી પર આકરા પ્રહાર કર્યા હતા. અરરિયામાં રાહુલ ગાંધીએ EVMની નવી વ્યાખ્યા શોધી કાઢી જ્યારે બિહારીગંજમાં નીતિશ પર આકરા પ્રહાર કર્યા હતા. મોદી સરકાર પર કટાક્ષ કરતાં રાહુલ ગાંધીએ કર્યું હતું કે આ સરકારમાં EVM ના બદલે “MVM” એટલે કે મોદી વોટિંગ મશીન ચાલે છે. બિહારમાં આ એમવીએમ કામ નહીં કરે. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું હતું કે આ વખતે અહીયાં મહાગઠબંધનની જીત થશે.

ડબલ એન્જિનની સરકાર પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે છ વર્ષ પહેલા મોદી જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે કહ્યું હતું કે દર વર્ષે બે કરોડ યુવાનો રોજગારી આપીશું. નીતિશ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે કહ્યું કે બિહાર બદલી દઇશું, પણ શું આવું થયું? ડબલ એન્જિન સરકારથી જનતા નારાજ છે. આ વખતે બિહારમાં યુવાનોમાં ગુસ્સો છે.

બિહારમાં મકાઇની પ્રોસેસિંગ ફેક્ટરી બનાવીશું

રાહુલ ગાંધીએ કહ્યું કે જો અમારી સરકાર બની, તો અમે બિહારમાં ફૂડ પ્રોસેસિંગ ફેક્ટરીઓ સ્થાપિત કરીશું. જનતાને સંબોધન કરતા રાહુલે કહ્યું કે, જ્યાં સુધી મકાઈની ફેક્ટરી અહીં નહીં બને ત્યાં સુધી ખેડૂતોને તેમના પાકનો યોગ્ય ભાવ નહીં મળે. પંજાબમાં ફૂડ પ્રોસેસિંગની ફેકટરી છે માટે ખેડૂતોને પાકના સારા ભાવ મળે છે. અમે ઈચ્છીએ છીએ કે બિહારનો પાન પણ અહીયાં જ વેચાય. ખેતરની નજીક જ મકાઇની પ્રોસેસિંગ માટેની ફેક્ટરી સ્થાપવાનો પ્રયાસ કરીશું.

જ્યાં સુધી હું મોદીને હરાવીશ નહીં ત્યાં સુધી હું પીછેહઠ નહીં કરું

તેજસ્વી બાદ હવે રાહુલ ગાંધી પણ તેમની રેલીમાં તેહઝિબિયતનું ઉદાહરણ રજૂ કરતા જોવા મળ્યા હતા. મોદી પર કટાક્ષ કરતાં તેમણે કહ્યું કે મોદીજીનું મીડિયા કામ કરે છે. તેઓ મને અપશબ્દો કહે છે, અભદ્ર ભાષા ઉચ્ચારે છે, પરંતુ હું નરેન્દ્ર મોદીજી સામે વ્યવસ્થિત વાત કરું છું. તેઓ જેટલી નફરત ફેલાવવાના પ્રયાસ કરે છે, હું એટલા જ પ્રેમથી વાત કરું છું. હું જ્યાં સુધી મોદીને હરાવીશ નહીં ત્યાં સુધી પીછેહટ નહીં કરું. અમે વિચારધારાની લડાઈ લડી રહ્યા છીએ. તેમના વિચારો સામે લડાઈ લડી રહ્યા છીએ અને અમે તેને હરાવીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here