Tuesday, September 21, 2021
Homeફિલ્મોમાં નહીં પણ રિયાલટી શોમાં બોમન ઈરાની અને અરશદ વારસી એક સાથે...
Array

ફિલ્મોમાં નહીં પણ રિયાલટી શોમાં બોમન ઈરાની અને અરશદ વારસી એક સાથે જોવા મળશે

બોલિવૂડ સ્ટાર્સ બોમન ઈરાની અને અરશદ વારસી ફરીથી એક સાથે સ્ક્રીન પર જોવા મળશે. જો કે, આ વખતે તેઓ કોઈ ફિલ્મમાં નહીં પરંતુ એક રિયાલિટી શોમાં સાથે હશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બોમન અને અરશદ એક કોમેડી બેસ્ડ રિયાલિટી શોનો મુખ્ય હિસ્સો બનશે જેને એમેઝોન પ્રાઈમ વીડિયો પર જોઈ શકાશે. એટલું જ નહીં, શોના કન્ટેસ્ટન્ટ્સ ઈન્ડસ્ટ્રીના જાણીતા કોમેડિયન્સ જ હશે.

હોસ્ટ તરીકે બંને કલાકાર જોવા મળશે

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, લગભગ 6 મહિનાથી એમેઝોન આ રિયાલિટી શોનું પ્લાનિંગ કરી રહ્યું હતું પરંતુ કોરોનાનાં કારણે તેમના આ પ્લાનમાં વિલંબ થઈ ગયો હતો. આખરે, મેકર્સે શોને હોસ્ટ કરવા માટે અરશદ અને બોમન ઈરાનીને સાઈન કર્યા. શરૂઆતના પ્લાનના અનુસાર, મેકર્સ આ શોને ત્રણ સિઝનમાં લાવશે જો કે, તેનો નિર્ણય તેઓ પહેલી સિઝનના રિસ્પોન્સ પછી લેશે.

ઓસ્ટ્રેલિયન કોમેડી શો ‘LOL-લાસ્ટ વન લાફિંગ’નું ઈન્ડિયન વર્ઝન

આ શો એસ્ટ્રેલિયાના કોમેડી રિયાલિટી શો ‘LOL-લાસ્ટ વન લાફિંગ’નું ઈન્ડિયન વર્ઝન હશે. કોન્સેપ્ટના અનુસાર, કોમેડિયન કન્ટેસ્ટન્ટ એકબીજા સાથે કોમ્પિટિશન કરશે. તેમનું લક્ષ્ય અન્ય લોકોને હસાવવાનું હશે પરંતુ ચેલેન્જ એ છે કે હસતી વખતે તેઓએ પોતાનો ચહેરો એકદમ સીધો રાખવો પડશે. જો તેમના હાવભાવમાં થોડો ફેરફાર આવશે તો તેઓ એક્ટિવ થઈ જશે. આવી જ રીતે એક એક કરીને દર સપ્તાહે એક કોમેડિયન શોની બહાર થશે અને છેલ્લા એપિસોડ સુધી જે આ ચેલેન્જને જીતશે તેને ઈનામની રકમની આપવામાં આવશે. પહેલી વખત ઈન્ડિયન ઓડિયન્સને આ પ્રકારનો કોન્સેપ્ટ જોવા મળશે.

સુનીલ ગ્રોવર, સુરેશ મેનન જેવા પોપ્યુલર કોમેડિયન્સ કન્ટેસ્ટન્ટ બનશે

મેકર્સના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધી પોપ્યુલર કોમેડિયન- સુનીલ ગ્રોવર, સાઈરસ બ્રોચા, સુરેશ મેનન, ગૌરવ ગેરા, મલ્લિકા દુઆ અને કુશા કપિલાને કન્ટેસ્ટેન્ટ તરીકે સાઈન કરવામાં આવ્યા છે. શો મે મહિનામાં લોન્ચ થશે. અરશદ અને બોમનની જોડીની વાત કરીએ તો અત્યાર સુધી ‘મુન્ના ભાઈ MBBS’,’લગે રહો મુન્નાભાઇ’, ‘દન દના દન ગોલ’ અને ‘જોલી LLB’ જેવી ફિલ્મોમાં એક સાથે કામ કરી ચૂક્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments