માત્ર સરગવો જ નહી તેના સર્વોત્તમ બી પણ છે સુપરફૂડ : જાણી લો ફાયદા.

0
6

સરગવાની શિંગનું શાક સ્વાદિષ્ટ હોય છે અને લગભગ બધાના ઘરે બને છે. આપણે સૌ આ શાકથી સારી રીતે પરિચિત છીએ. સરગવાની શિંગ ઉપરાંત આ વૃક્ષનાં ફૂલ, પાન અને બીજ પણ ઉપયોગી છે.

  • સરગવો શરીર માટે ગુણકારી
  • સરગવાના બી પણ છે ફાયદાકારક
  • સ્નેક્સમાં ઉમેરીને ખાઇ શકાય

વિશ્વ આરોગ્ય સંસ્થાએ તો દક્ષિણ આફ્રિકાના કેટલાક દેશોમાં કુપોષણથી પીડાતી પ્રજાના ડાયટમાં કોઈ પણ રીતે સરગવો ઉમેરવાની સલાહ આપી છે. છેલ્લા થોડા સમયથી ભારતમાં સરગવાનાં સૂકવેલાં બીજ અને પાનનું સેવન કરવાનું ચલણ વધ્યું છે. માર્કેટમાં સરળતાથી ઉપલબ્ધ ડ્રાઇડ સીડ્સ અને પાઉડરનો જુદા-જુદા આહારમાં અને ઔષધિ તરીકે વપરાશ વધ્યો છે.

સરગવો, અથવા ડ્રમસ્ટિકનાં વૃક્ષમાંથી મેળવવામાં આવતાં બીજને મોરિંગા સિડ્સ કહે છે. વિવિધ પ્રાંતમાં જુદા નામે ઓળખાતા તાજાં અને કાચાં મોરિંગા બીજ એકદમ કોમળ હોય છે. સુકાઈ ગયા બાદ સખત બને ત્યારે કઠોળના દાણા જેવા દેખાય છે. ગ્રે વ્હાઇટ કલરના આ બીજને બાફીને, શેકીને અથવા પાણીમાં ઉકાળીને ખાઈ શકાય છે. મોરિંગા સિડ્સ પ્યૉર ઑર્ગેનિક પ્રોડક્ટ છે. કૅલ્શિયમ, આયર્ન, અેમિનો ઍસિડ, મૅગ્નેશિયમ, ઝિન્ક જેવાં પોષક તત્ત્વોથી ભરપૂર મોરિંગા સિડ્સમાં ખનિજ અને ફાઇબરનું પ્રમાણ પણ સારું એવું હોય છે જે શરીરને અનેક રીતે ફાયદો કરે છે. એમાંથી ઑઇલ પણ બને છે. સરગવાની શિંગનું શાક બનાવો તો વધીને ત્રણ કે ચાર સ્ટિક ખાઈ શકીએ. વધુ ફાયદા મેળવવા સિડ્સ ખાવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. એમાં માત્રા વધી જાય છે.’

વાસ્તવમાં મોરિંગા સિડ્સ અને પાન બન્નેનો સરખો જ ઉપયોગ થાય છે. સિડ્સને સ્નૅક્સમાં ઉમેરીને ખાઈ શકાય, જ્યારે સિડ્સ અને પાનમાંથી બનાવેલો પાઉડર મેડિસિનનું કામ કરે છે. મોરિંગામાં ફાઇબર કન્ટેન્ટ વધારે હોવાથી પેટ ભરેલું રહે છે.

વજન ઉતારવા માગતા હોય એવા લોકો પોતાની ડાયટમાં મોરિંગા સિડ્સનો સમાવેશ કરી શકે છે. બે મીલ વચ્ચે દસથી પંદર ગ્રામ સિડ્સને શેકીને અથવા બાફીને ખાઈ શકાય. મોરિંગાનાં પાંદડાં અને બીજમાંથી દૂધની તુલનામાં ચારગણું વધુ કૅલ્શિયમ અને બે ગણું પ્રોટીન મળે છે. કૅલ્શિયમથી હાડકાં મજબૂત બને છે. એનું સેવન કરવાથી ભોજન સારી રીતે પચી જાય છે. ડાયાબિટીસના રોગીના શરીરમાં લોહીનાં દબાણને ઓછું કરવામાં મોરિંગાનાં બીજ સહાય કરે છે. એના પાનમાંથી ક્વાથ અને ચા બનાવીને પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ઊંઘ સારી આવે છે. તમારી ઓવરઑલ હેલ્થ અને ઇમ્યુનિટી બૂસ્ટર માટે એને સપ્લિમેન્ટ તરીકે લેવું.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here