સ્વાસ્થ્ય માટે માત્ર હળદર જ નહી તેનું તેલ પણ છે ગુણકારી, સ્કીનથી લઈ આ બીમારીઓમાંથી મળે છે રાહત

0
5

હળદર દરેક ઘરના રસોડામાં સરળતાથી મળી જાય છે. આ દરેક ભારતીયોના રસોડામાં પ્રમુખતાથી ઉપયોગ કરવામાં આવતો મસાલો છે. હળદરમાં ઘણા ગુણકારી તત્વ હોય છે, જેના વિશે બધા જાણે છે, પરંતુ જેટલી ગુણકારી હળદર હોય છે, તેટલું જ ફાયદાકારક હળદરનું તેલ પણ હોય છે. હળદરના તેલનો ઉપયોગ તમારા માટે ઘણા પ્રકારે ફાયદાકારક સાબિત થઈ શકે છે. સ્કીન સંબંધી પરેશાનીઓ હોય અથવા સાંધાનો દુઃખાવો હળદરનું તેલ દરેક દર્દમાં રાહત પહોંચાડે છે. હળદરનું તેલ આયુર્વેદિક ઔષધિના રૂપમાં પ્રયોગ કરવામાં આવે છે. તો આવો જણીએ કે, હળદરની જેમ હળદરના તેલના શું ફાયદા છે.

ખીલ-મુંહાસોની સમસ્યાથી બચાવે

જે પ્રકારે હળદર લગાવવાથી સ્કીનમાં નિખાર આવે છે, તે રીતે જ હળદરનું તેલ પણ સ્કીન માટે ખૂબ જ ફાયાકારક હોય છે. તેનાથી તમારી સ્કીન સોફ્ટ બને છે. આ આપણને ખીલ-મુંહાસોની સમસ્યાથી બચાવે છે. જેનાથી આપણી સ્કીન બેદાગ બને છે. હળદરનું તેલ સ્કીનમાં થતા ફંગલ ઈંફેક્શનને પણ રોકે છે.

બેક્ટેરિયા સામે લડવામાં સક્ષમ

હળદરમાં મળી આવતા ગુણ આપણી રોગપ્રકિરોધન ક્ષમતાને પણ વધુ મજબૂત બનાવે છે. હળદરના તેલનો ઉપયોગ શરીરમાં લોહીનું પરિભ્રમણ શ્રેષ્ઠ કરે છે. શ્રેષ્ઠ રક્ત પરિભ્રમણના કાણે શરીરમાં ઓક્સિજનનું સ્તર સંતુલિત રહે છે અને આપણા શરીરના સંપર્કમાં આવતા બેક્ટેરિયા સામે લડવામાં સક્ષમ છે. જેનાથી આપણ જલ્દી-જલ્દી બીમાર પડવાથી કરે છે.

કોશિકાઓની અંદરથી રિપેર કરે

હળદરનું તેલ સાંધાના દર્દમાં આરામ અપાવે છે. તેનાથી ઉપસ્થિત તત્વ કોશિકાઓને રિપેર કરે છે. તેથી ઈજાના દર્દમાં પણ હળદરના તેલનું મસાજ કરવા પર લાભ મળે છે. આ ન માત્ર કોશિકાઓની અંદરથી રિપેર કરે છે, પરંતુ હાડકાઓ અને સાંધાને પણ મજબૂત બનાવે છે. સાંધામાં દર્દ થવા પર હળદરનું તેલ મસાજ કરવું જોઈએ. તેનાથી જૂનું દર્દ પણ દૂર થઈ જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here