માત્ર મોટી બોલીથી જ સ્પોન્સર નહીં બની જવાય, અન્ય શરતો પણ પૂરી કરવી પડશેઃ BCCI

0
6

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 13મી સિઝન માટે ભારતીય ક્રિકેટ બોર્ડે (બીસીસીઆઈ) નવા સ્પોન્સર માટે આવેદનો મંગાવ્યા છે. ચીની કંપની વિવો સાથે આ વર્ષનો કરાર રદ કરવાની ફરજ પડ્યા બાદ આમ કરવામાં આવ્યું છે. ભારતમાં ચીની પ્રોડક્ટનો વધતો જતો વિરોધ આ માટે જવાબદાર છે.

આ કરાર સાડા ચાર મહિનાનો હશે

બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ મારફતે જારી કરાયેલા નિવેદનમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે ટાઇટલ સ્પોન્સર માટે માત્ર ઉંચી બોલી લગાવવી જ પૂરતી થઈ પડશે નહીં. સામાન્યપણે કોઈ પણ ટેન્ડર પ્રક્રિયામાં મોટી બોલી લગાવનાર સફળ થતો હોય છે. બોર્ડના નિવેદન મુજબ આ કરાર સાડા ચાર મહિનાનો હશે. 14મી ઓગસ્ટ અગાઉ સ્પોન્સર બનવા માટે તમારી ઇચ્છા છે તે મુજબની અરજી કરવાની રહેશે અને 18મી ઓગસ્ટે આ અધિકાર હાંસલ કરનારનું નામ જાહેર કરવાનું રહેશે. આ અંગેની જાણકારી અરજદારની એક્સપ્રેસ ઓફ ઇન્ટરેસ્ટ અરજી મળ્યા બાદ અરજદારને આપવામાં આવશે. માત્ર એવી કંપનીઓની જ એન્ટ્રી સ્વિકારવામાં આવશે જેનું ટર્ન ઓવર ગયા વર્ષના ઓડિટ મુજબ 300 કરોડથી ઉપરનું હશે. આ દરમિયાન તમામ ખાતાની વિગતો પણ આપવાની રહેશે.