લાલબાગના રાજા નહીં બિરાજે : ઝૂમ પર 1,200 સભ્યની 3 કલાક ચાલેલી બેઠકમાં નિર્ણય : સૌનો એક જ અભિપ્રાય- ‘અમારા માટે દેશ જ દેવ છે’

0
6

મુંબઈ. દેશમાં સૌથી વધુ જાણિતા ગણપતિ લાલબાગના રાજાનું આ વર્ષે કોરોનાને લીધે આગમન થશે નહીં. જ્યાં ‘લાલબાગચા રાજા’ની મૂર્તિ સ્થાપિત થાય છે તે જગ્યાથી બિલકુલ નજીક કન્ટેનમેન્ટ એરિયા આવેલો છે. છેલ્લા 86 વર્ષમાં આ પ્રથમ વખત ‘લાલબાગના રાજા’ બિરાજમાન થશે નહીં. વર્ષોથી ચાલી આવતી પરંપરાને કોરોનાએ આ વર્ષે ખંડિત કરી છે. અલબત આ અંગેનો નિર્ણય લેવો એટલો સરળ ન હતો. પરંતુ દેશ જ દેવતા એ ભાવના સાથે આશરે 1,200 સભ્યોની આશરે ત્રણ કલાક ચાલેલી ઝૂમ મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો. છેવટે આ બેઠકમાં આ વર્ષે લાલબાગના રાજાનું બિરાજમાન નહીં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો.

દરરોજ લાખો લોકો લાલબાગના રાજાના દર્શન કરે છે

લાલબાગના રાજાના દર્શન માટે દરરોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, અમિતાભ બચ્ચન પણ લાલબાગના રાજાના દર્શન માટે આવે છે. મુંબઈના આ જાણિતા ગણપતિ પ્રત્યે લોકોની આસ્થાને લીધે તેમના વિસર્જનનું જુલૂસ સવારથી શરૂ થાય છે અને વિસર્જન સ્થળ પર પહોંચવામાં આશરે 19 કલાકનો સમય લાગે છે. તેમા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લે છે.

રાત્રે 9 વાગે શરૂ થયેલી બેઠક 12 વાગ્યા સુધી ચાલી

86 વર્ષથી ચાલી આવતી લાલબાગના રાજાના આગમનની પરંપરાને સ્થગિત કરવાનો નિર્ણય લેતા લાલબાગ કા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળના સભ્યો માટે આ નિર્ણય એટલો સરળ ન હતો. મંડળના સચિવ સુધીર સાલવીએ કહ્યું કે મંગળવારે બેઠક યોજાઈ હતી. તેમા 1,200 સભ્યએ ભાગ લીધો હતો. ઝૂમ એપ પર આ મીટિંગની શરૂઆત રાત્રે 9 વાગે થઈ હતી અને 12 વાગ્યા સુધી તે ચાલી હતી. તેમા એવું નક્કી કરવામાં આવ્યુ કે 22 ઓગસ્ટથી શરૂ થનારા ગણેશોત્સવ સમયે લાલબાગના રાજાની સ્થાપના કરવામાં નહીં આવે.

ગણેશોત્સવની જગ્યાએ આ વખતે સ્વાસ્થ્ય ઉત્સવની ઉજવણી

મંડળના સચિવ સુધીર સાલવીએ કહ્યું કે-‘દેશ જ દેવ’ માની છીએ.જેથી જ્યારે મુંબઈ સહિત સમગ્ર દેશમાં કોરોના સંકટ છે તો અમે અહીં આવતા શ્રદ્ધાળુઓ, પોલીસ કર્મચારીઓ અને અન્ય કર્મચારીઓના સ્વાસ્થ્યને મહત્વ આપ્યુ છે. લાલબાગના રાજા પ્રત્યે શ્રદ્ધા રાખતા સેંકડો લોકો છે.જો અમે અહીં મૂર્તિ સ્થાપિત કરશું તો મોટી સંખ્યામાં લોકો આવશે. તેમનામાં સંક્રમણ ફેલાવાનું જોખમ છે. માટે અમે આ વખતે મૂર્તિ નહીં સ્થાપવાનો નિર્ણય કર્યો છે. આ વખતે અમે સ્વાસ્થ્ય ઉત્સવ સ્વરૂપમાં ગણેશોત્સવની ઉજવણી કરશું.

KEM હોસ્પિલ સાથે મળી આયોજન કરશું પ્લાઝ્મા ડોનેશન કેમ્પ

તેમણે એમ પણ કહ્યું કે ગલવાન ઘાટીમાં ચીનના સૈનિકો સાથેની ઝપાઝપીમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોના પરિવારને સન્માન આપવામાં આવશે. આ ઉપરાંત કોરોના દર્દીના ઈલાજ માટે રૂપિયા 25 લાખની રકમનો ચેક મંડળ તરફથી મુખ્યમંત્રીને આપવામાં આવશે.

આ માટે ખાસ છે લાલબાગના રાજા

લાલબાગના રાજાની મૂર્તિ પ્રત્યેક વર્ષ એક જેવી જ રહે છે. જોકે થીમ બદલવામાં આવે છે. મૂર્તિ તૈયાર કરવામાં આશરે એક લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. મૂર્તિની ઉંચાઈ 12 ફૂટ જેટલી હોય છે.