પાંચ કેમેરા સાથે Note 10 થયો લોન્ચ, જાણો દમદાર ફિચર્સ

0
17

ચાઇનીઝ સ્માર્ટફોન મેકર કંપની શાઓમીએ પાંચ કેમેરા વાળો સ્માર્ટફોન એમઆઈ નોટ 10 (Mi Note 10)ને સ્પેનમાં 6 નવેમ્બરના રોજ લોન્ચ કરી ચુકી છે.

ઉલ્લેખનિય છે કે ચાઇનીઝ સ્માર્ટફોન મેકર કંપની શાઓમીએ 2017માં Mi Note 3ને ગ્લોબલ માર્કેટમાં લોન્ચ કર્યો હતો. તેમજ આ સ્માર્ટફોનને સીસી9પ્રોનો ગ્લોબલ વેરિએન્ટ પણ માનવામાં આવી રહ્યો છે.

એક રિપોર્ટ પ્રમાણે આ ફોનમાં 6.4 ઈંચ ફૂલ એચડી પ્લસ એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. યૂઝર્સને શ્રેષ્ઠ પરફોર્મેસ માટે ક્વાલકોમ સ્નૈપડ્રેગન 730 જી એસઓસી અને છ જીબી રેમનો સપોર્ટ મળશે.

કેમેરાની વાત કરીએ તો ફોનમાં 108 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમરા, 20 મેગાપિક્સલનો ટેલીફોટો લેન્સ, મેક્રો સેંસર અને એક પોટ્રેટ શૂટર આપવામાં આવ્યું છે. આ સાથે જ 32 મેગાપિક્સલવાળા ફ્રંટ કેમેરાથી સેલ્ફી ક્લિક કરી શકાશે.