Wednesday, March 26, 2025
HomeરેસિપીRECIPE : દહીં તડકા બનાવવા નોંધી લો આ પરફેક્ટ રીત, શાક-દાળની જરૂર...

RECIPE : દહીં તડકા બનાવવા નોંધી લો આ પરફેક્ટ રીત, શાક-દાળની જરૂર નહીં પડે

- Advertisement -

Dahi tadka recip e:દહીં તડકા એક એવી રેસિપી છે જે તમે ઘરે બનાવો છો તો ઘરનાં લોકો ખુશ થઇ જશે અને તમારાં વખાણ કરવા લાગશે. આમ, દહીં તડકા તમે લંચ તેમજ ડિનરમાં પણ ખાવાની મજા માણી શકો છો.

દરરોજ એકનું એક ખાવાનું કંટાળો અનેક લોકોને આવતો હોય છે. દાળ અને શાક જોઇને જ ખાવાનું મુડ ખરાબ થઇ જાય છે. પરંતુ તમે આ મસ્ત વરસાદી માહોલમાં દહીં તડકા ઘરે બનાવો છો તો ઘરનાં લોકો ખુશ થઇ જાય છે અને સાથે ખાવાની પણ મજા આવે છે. દહીં તડકા તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. આ માટે તમારે વધારે મહેનત કરવાની જરૂર નથી. દહીં તડકા તમે રોટલી, પરાઠા તેમજ ભાખરી સાથે ખાઓ છો તો મજ્જા પડી જાય છે. પરંતુ અનેક લોકોની ફરિયાદ હોય છે કે દહીં ફાટી જાય છે. આમ, તમે આ રીતથી બનાવશો તો દહીં ફાટશે નહીં અને સુપર ટેસ્ટી બનશે. તો નોંધી લો જલદી તમે પણ રીત.

સામગ્રી
એક કપ દહીં

અડધી ચમચી જીરું

લસણનાં ટુકડા

ચપટી હીંગ

2 ડુંગળી

અડધી ચમચી ધાણાં

અડધી ચમચી હળદર

અડધી ચમચી લાલ મરચુ

અડધી ચમચી ગરમ મસાલો

સ્વાદાનુંસાર મીઠું

2 મોટી ચમચી તેલ

ગાર્નિશ માટે કોથમીર

બનાવવાની રીત

સ્ટેપ 1
સૌથી પહેલાં એક બાઉલ લો અને એમાં દહીં લઇ લો. આ દહીં બરાબર ફેંટી લો. આ દહીંમાં 2 કપ પાણી મિક્સ કરીને ફરીથી વલોવી લો. ગેસ ઓન કરીને કડાઇ મુકો.

સ્ટેપ 2
કડાઇ ગરમ થઇ જાય એટલે એમાં બે ચમચી તેલ મુકો. તેલ ગરમ થઇ જાય એટલે એમાં જીરું, લીલા મરચા અને લસણ નાખો. આ ત્રણેય વસ્તુઓને બરાબર સાંતળી લો.

ત્રીજુ સ્ટેપ
જ્યારે લસણ સામાન્ય લાલ થઇ જાય એટલે એમાં ડુંગળી નાખો. ડુંગળી ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળી લો. હવે લાલ મરચું, હળદર, ધાણાંજીરુ અને અડધી ચમચી ગરમ મસાલો નાખીને મિક્સ કરો. આ બધી વસ્તુઓને પ્રોપર રીતે મિક્સ કરી લો.

ઉપરનાં સ્ટેપ્સ પ્રોપર રીતે ફોલો થઇ જાય એટલે એમાં દહીં મિક્સ કરો અને સતત હલાવતાં રહો. ગેસ બંધ કરીને સતત 5 મિનિટ સુધી દહીં હલાવો. હવે મીઠું મિક્સ કરો. તો તૈયાર છે દહીં તડકા.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular