પુલવામા જેવા મોટા હુમલાની ચેતવણી મળતા 7 રાજ્યોમાં હાઈ એલર્ટની સૂચના

0
18

નવી દિલ્હી, તા. 8 ઓગસ્ટ 2019 ગુરુવાર

જૈશ એે મુહમ્મદના આતંકવાદીઓ પુલવામા જેવા મોટા આતંકવાદી હુમલાનું ષડ્યંત્ર ઘડી રહ્યા હોવાની માહિતી ગુપ્તચર ખાતાએ કેન્દ્ર સરકારને આપતાં સાત રાજ્યોમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

ગુપ્તચર ખાતાના અહેવાલમાં જણાવાયું હતું કે જૈશના આતંકવાદીઓ ભારતીય લશ્કર, લશ્કરી મથકો, પોલીસ અને સિક્યોરિટી દળો પર મોટો હુમલો કરવાની તૈયારીમાં છે. અત્રે એ યાદ રહે કે જમ્મુ કશ્મીરને ખાસ દરજ્જો આપતી 370મી કલમ રદ થયા બાદ પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું હતું કે હવે પુલવામા જેવા હુમલા વધુ થશે.

દિલ્હી, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્ર પ્રદેશ જેવાં રાજ્યોને સાવધ કરાયાં હતાં કે તમામ રેલવે સ્ટેશનો, એરપોર્ટ્સ અને મહત્વનાં સ્થળોએ ખાસ બંદોબસ્ત કરવો. 15મી ઑગષ્ટ નજીક છે ત્યારે આવા હુમલાની શક્યતા વધી જાય છે એ હકીકત પણ રાજ્યોને જણાવવામાં આવી હતી. દરમિયાન, પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાને આરબ દેશો, ઇસ્લામી દેશો વગેરે સાથે પણ આ મુદ્દે વાત કરી હતી. જો કે પાકિસ્તાન કશ્મીર મુદ્દે અત્યારે એકલું પડી ગયું જણાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here