Home વડોદરા નવરાત્રિ : વડોદરા પોલીસ કમિશનરનું જાહેરનામુ : મંદિરો રાત્રે 10 વાગ્યા સુધી...

નવરાત્રિ : વડોદરા પોલીસ કમિશનરનું જાહેરનામુ : મંદિરો રાત્રે 10 વાગ્યા સુધી જ ખુલ્લા રહેશે.

0
4

આવતીકાલે 17 ઓક્ટોબરથી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે, જોકે, વૈશ્વિક કોરોનાની મહામારી ઉપર અંકુશ મેળવવા માટે સરકાર દ્વારા ગરબાઓ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, ત્યારે વડોદરામાં સરકાર દ્વારા ગરબા ઉપર મૂકવામાં આવેલા પ્રતિબંધનું ઉલ્લંઘન ન થાય તે માટે શહેર પોલીસ કમિશનર દ્વારા આજે ગાઇડલાઇન જારી કરતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસ કાર્યવાહી કરશે

વડોદરા જોઈન્ટ પોલીસ કમિશનર ચિરાગ કોરડિયાએ જણાવ્યું હતું કે, વડોદરામાં માતાજીના મંદિરો દર્શનાર્થીઓ માટે રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. સરકાર દ્વારા ગરબા ઉપર મૂકવામાં આવેલા પ્રતિબંધનું પાલન કરવામાં નહીં આવે અને શહેર પોલીસ તંત્ર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરનામાનો ભંગ કરવામાં આવશે, તો કાયદેસરની કાર્યવાહી કરવાની કરવામાં આવશે.

એક કલાકની સમય મર્યાદામાં જ આરતીની પૂર્ણ કરી દેવાની રહેશે

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સરકારની ગાઇડલાઇન મુજબ પોળ, સોસાયટી, પાર્ટી પ્લોટ, ગરબા મેદાનો સહિત કોઇપણ જગ્યાએ ગરબા રમવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. માત્ર મૂર્તિની સ્થાપના કરી શકાશે અને એક કલાકની સમય મર્યાદામાં જ આરતીની પૂર્ણ કરી દેવાની રહેશે.

આરતીમાં માત્ર 200 લોકોને મર્યાદામાં જ ભેગા થઇ શકશે

આરતીમાં પણ 200 વ્યક્તિઓની મર્યાદામાં જ ભેગા થઇ શકશે. પ્રસાદ પેકેટમાં વિતરણ કરી શકશે. સોસાયટી, પોળમાં માતાજીની સ્થાપના કરીને આરતી કરવા માટે પોલીસ પરવાનગીની જરૂર નથી, પરંતુ, સાર્વજનિક જગ્યાએ માતાજીની મૂર્તિની સ્થાપના કરીને આરતી કરનાર આયોજકોએ જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનની પરવાનગી લેવાની રહેશે.

લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને ગાઇડલાઇનનું પાલન કરવા અપીલ

જોઇન્ટ પોલીસ કમિશનરે વડોદરાની જનતાને અપીલ કરતા વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે લોકો પણ સરકાર અને શહેર પોલીસ તંત્રની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરી સહકાર આપે તે જરૂરી છે. જે દરેકના આરોગ્યના હિતમાં છે. લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને સરકાર અને પોલીસ તંત્રની ગાઇડલાઇનનું પાલન કરે. વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા નવરાત્રી મહોત્સવને ધ્યાનમાં જરૂરી પુરતો બંદોબસ્ત ગોઠવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

Live Scores Powered by Cn24news