Friday, August 6, 2021
Homeત્રણ હત્યા કેસનો કુખ્યાત રાજુ શેખવા પર અપ્રમાણસર મિલકતની ફરિયાદ દાખલ
Array

ત્રણ હત્યા કેસનો કુખ્યાત રાજુ શેખવા પર અપ્રમાણસર મિલકતની ફરિયાદ દાખલ

સૌરાષ્ટ્રના કુખ્યાત ગુનેગાર રાજુ શેખવા વિરૂદ્ધ ACBમાં અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ

ત્રણ હત્યાઓને અંજામ આપનાર કુખ્યાત રાજેન્દ્ર શેખવા ઉર્ફે રાજુ શેખવા પર વધુ એક ફરિયાદ નોંધાઈ છે. રાજુ શેખવા વિરૂદ્ધ ACBમાં અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો છે. આરોપીએ તેના પરિવારજનોના નામે કરોડો રૂપિયાની મિલકત ખરીદી છે. રાજુ શેખવા હાલ ગોંડલ સબ જેલમાં છે.

અમરેલી જિલ્લાના SP નિર્લિપ્ત રાયે એસીબીને એક રિપોર્ટ કર્યો. જે રિપોર્ટમાં કુખ્યાત રાજુ શેખવાની મિલ્કત અંગે તપાસ કરવામાં આવે. જેથી એસીબીએ તપાસ હાથ ધરી, જેમાં 93 લાખ 41 હજારની આવક કરતા વધુ મિલ્કત મળી આવી હતી. આ મિલકતમાં જમીન મકાન વાહન અને અન્ય સાધનોનો સમાવેશ થઇ રહ્યો છે. જેને લઈને અપ્રમાણની મિલ્કતનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

કુખ્યાત રાજુ શેખવાએ પહેલી હત્યા વર્ષ 2001માં જોરાવરસિંહ ચૌહાણની કરી હતી. ધંધાની અદાવતમાં સાવરકુંડલામાં જાહેરમાં તલવારના ઘા ઝીંકી હત્યા કરી હતી.

બીજી હત્યા 2013 માં અમરેલીમાં જાહેર સ્થળ પર ફિલ્મી ઢબે ચાલુ કારમાં કરી હતી. બાબુલાલ જાદવની ફાયરિંગ કરીને હત્યા કરી હતી. બાબુલાલ જાદવ ફૂડ કોર્પરેશન ઓફ ઇન્ડિયાના મેનેજર હતા. આ હત્યા પણ રાજુ શેખવાએ ધંધાની અદાવતમાં કરી હતી.

કુખ્યાત રાજુ શેખવાએ ત્રીજી હત્યા અમદાવાદના વાસણામાં શિવ મંદિરમાં પૂજા કરી રહેલ સુરેશ શાહની કરી હતી. શાર્પશૂટર દ્વારા ફાયરિંગ કરાવીને આ હત્યાને અંજામ આપ્યો હતો. કુખ્યાત રાજુ શેખવાએ આ હત્યા પણ ધંધાની અદાવત અને વર્ષ 2009 માં સુરેશ શાહે રાજુ શેખવા પર ફાયરિંગ કર્યું હતું, જેની અદાવત રાખી હત્યા કરી હતી.

હાલ રાજુ શેખવા સુરેશ શાહ હત્યા કેસમાં જેલના સળિયા પાછળ છે. રાજુ શેખવાનો આખા સૌરાષ્ટ્ર વિસ્તારમાં એટલો ખૌફ છે કે મોટા વેપારી અને બિલ્ડરો પણ નામ લેવાથી પણ ડરતા હોય છે. રાજુ શેખવા પર હત્યા ખંડણી અપહરણ હથિયાર સહિત મારામારીના અસંખ્ય ગુના અમદાવાદ સહિત સૌરાષ્ટ્રના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments