નવેમ્બર સેલ્સ રિપોર્ટ કાર્ડ : કિઆ મોટર્સે વાર્ષિક ધોરણે 50%નો ગ્રોથ નોંધાવ્યો, એસ્કોર્ટ્સે 33%ના વધારા સાથે 10,165 ટ્રેક્ટર વેચ્યાં.

0
5

ઓટો કંપનીઓએ નવેમ્બર મહિનાના વેચાણના આંકડા જાહેર કર્યા છે. આ જોઈને ખબર પડે છે કે દેશની ઓટો ઇન્ડસ્ટ્રી હવે ઝડપથી તેજીમાં આવી રહી છે. ગત મહિને જ પૂરી થયેલી ફેસ્ટિવ સિઝનનો ફાયદો પણ ઓટો ઇન્ડસ્ટ્રીને થયો છે. મારુતિ સુઝુકીના વેચાણના આંકડા ફરી એકવાર વધુ સારા રહ્યા છે. કંપનીએ વાર્ષિક ધોરણે 1.7% વૃદ્ધિ નોંધાવી છે.

મારુતિએ 1.53 લાખ યૂનિટ વેચ્યાં છે

  • મારુતિ સુઝુકીએ ગયા મહિને 1,53,223 યૂનિટ વેચ્યાં હતાં. નવેમ્બર 2019માં કંપનીએ 1,50,630 યૂનિટ વેચ્યાં હતાં. એટલે કે, ગયા મહિના કરતા કંપનીએ 2593 યૂનિટ વધુ વેચ્યાં છે. તેમાં વાર્ષિક ધોરણે 1.7%નો વધારો થયો છે. જો કે, ઓક્ટોબર 2020 કરતાં વેચાણ ઘટી ગયું છે. ઓક્ટોબરમાં, કંપનીએ 1,82,448 યૂનિટનું વેચાણ કર્યું. તેનો અર્થ એ છે કે નવેમ્બરમાં 29,225 યૂનિટ ઓછા વેચાયાં.
  • નવેમ્બર 2020માં કંપનીનું ડોમેસ્ટિક સેલ્સ 1,38,956 યૂનિટ રહ્યું. આમાં ઓરિજિનલ ઇક્યૂપમેન્ટ મેન્યુફેક્ચર (OMEs)નાં 5,263 યૂનિટ સામેલ છે. તેમજ, કંપનીએ 9,004 યૂનિટ એક્સપોર્ટ પણ કર્યાં.

ટોયોટાના વેચાણમાં 2.4%નો વધારો થયો

  • ટોયોટા કિર્લોસ્કર મોટર (TKM)એ વાર્ષિક ધોરણે 2.5%ના વધારા સાથે 8,508 યૂનિટનું વેચાણ કર્યું છે. આ કંપનીએ ગયા વર્ષે સમાન મહિનામાં 8,312 યૂનિટનું વેચાણ કર્યું હતું. ફેસ્ટિવ સિઝનનો કંપનીને ફાયદો થયો છે. ગાડીનાં રજિસ્ટ્રેશનમાં 10થી 13%નો વધારો થયો છે. વર્ષ 2019 કરતાં આ ફેસ્ટિવ સિઝનમાં રિટેલ સેલ્સમાં 12%નો વધારો થયો છે.
  • TKMના સેલ્સ એન્ડ સર્વિસ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ નવીન સોનીએ જણાવ્યું કે, કંપનીનાં વેચાણમાં ધીમે-ધીમે વધારો જોવા મળી રહી છે. ફેસ્ટિવ સિઝનમાં કારની માગને કારણે વેચાણ પણ સારું રહ્યું છે.

એસ્કોર્ટ્સ એગ્રી મશીનરીમાં 33% નો વધારો

એસ્કોર્ટ્સ એગ્રી મશીનરીએ ગયા મહિને 33%ના વધારા સાથે ટ્રેક્ટરનાં કુલ 10,165 યૂનિટ વેચ્યાં હતાં. ગયા વર્ષે કંપનીએ આ જ મહિનામાં 7,642 યૂનિટનું વેચાણ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન કંપનીએ 30.9%ની વૃદ્ધિ સાથે 9,662 યૂનિટ વેચ્યાં હતાં. નવેમ્બરમાં તેણે 7,379 યૂનિટનું વેચાણ કર્યું હતું.

MG મોટર્સનું વેચાણ 28.5% વધ્યું

નવેમ્બર 2020માં MG મોટર્સે વાર્ષિક ધોરણે 28.5% વધીને 4,163 યૂનિટ વેચ્યાં. નવેમ્બર 2019માં કંપનીએ 3,239 યૂનિટ વેચ્યાં હતાં. એટલે કે, તેણે 924થી વધુ યુનિટ વેચ્યાં છે. આ સમય દરમિયાન કંપનીએ હેક્ટરના 3,426 યૂનિટ, ગ્લોસ્ટરના 627 યૂનિટ અને ZS EVના 110 યૂનિટ વેચ્યાં હતાં.

અશોક લેલેન્ડનું વેચાણ 5% વધ્યું

  • નવેમ્બર 2020માં હિંદુજા ગ્રુપ ફ્લેગશિપ ફર્મ અશોક લેલેન્ડનાં વેચાણમાં 5% વૃદ્ધિ નોંધાઈ છે. કંપનીએ આ સમયગાળા દરમિયાન કુલ 10,659 યૂનિટનું વેચાણ કર્યું હતું. નવેમ્બર 2019માં તેણે 10,175 યૂનિટ વેચ્યાં હતાં. આ સમયગાળા દરમિયાન કંપનીએ ડોમેસ્ટિક વેચાણમાં 4% વૃદ્ધિ સાથે 9,727 યૂનિટ વેચ્યાં હતાં. ગયા વર્ષે આ સમયગાળામાં 9,377 યૂનિટ વેચાયાં હતાં.
  • આ સમયગાળા દરમિયાન કંપનીએ હેવી અને મીડિયમ કમર્શિયલ વ્હીકલનાં વેચાણમાં 14%ના ઘટાડા સાથે 5,114 યૂનિટ વેચ્યાં હતાં. તેમજ, લાઇટ કમર્શિયલ વ્હીકલનાં 32%ની વૃદ્ધિ સાથે 5,545 યૂનિટ વેચાયાં.

બજાજ ઓટોનું વેચાણ 5% વધ્યું

ટૂ-વ્હીલર અને કમર્શિયલ વ્હીકલ મેન્યુફેક્ચરર બજાજ ઓટોનાં સેલ્સમાં વાર્ષિક ધોરણે નવેમ્બર 2020માં વેચાણમાં 5% વૃદ્ધિ જોવા મળી હતી. આ સમયગાળા દરમિયાન કંપનીએ કુલ 4,22,240 યૂનિટ વેચ્યાં હતાં. ગયા વર્ષે આ જ મહિનામાં તેણે 4,03,223 યૂનિટ વેચ્યાં હતાં. જો કે, આ સમયગાળા દરમિયાન કંપનીના ડોમેસ્ટિક વેચાણમાં ઘટાડો થયો છે. તે ગયા મહિને 1,98,933 યૂનિટ વેચ્યું હતું, જ્યારે નવેમ્બર 2019માં તેણે 2,07,775 યૂનિટ વેચ્યાં હતાં.

કિઆ મોટર્સનું વેચાણ 50.1% વધ્યું

નવેમ્બર 2020માં કિઆ મોટર્સે વાર્ષિક ધોરણે 50.1%ના વધારા સાથે 21,022 યૂનિટ વેચ્યાં. નવેમ્બર 2019માં કંપનીએ 14,005 યૂનિટ વેચ્યાં હતાં. આ સમય દરમિયાન કંપનીએ સોનેટના 11,417 યૂનિટ અને સેલ્ટોસના 9,205 યૂનિટ વેચ્યાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here