હવે શરદ પવાર વિરુદ્ધ દાખલ થશે પોલીસ ફરિયાદ, મુંબઈ હાઈકોર્ટનો આદેશ

0
0

મુંબઈ હાઈકોર્ટે ગુરુવારે પોલીસને મહારાષ્ટ્ર સ્ટેટ કો ઓપરેટીવ બેંકમા ૧૦૦૦ કરોડના ગોટાળાને લઈને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર, પૂર્વ ઉપ મુખ્યમંત્રી અજીત પવાર સહિત ૭૦ અન્ય લોકો વિરુદ્ધ પાંચ દિવસમા એફઆઈઆર દાખલ કરવામા આદેશ આપ્યો છે.જસ્ટીસ ધર્માધિકારી અને જસ્ટીસ એસ.કે. શિંદેએ પ્રથમ દ્રષ્ટિએ સાક્ષીઓના આધાર પર આર્થિક અપરાધ શાખાના અધિકારીઓ સબંધી કાયદા અંતર્ગત કાર્યવાહી કરવા માટે કહ્યું હતું.

મુંબઈના એક કાર્યકર્તા સુરીન્દર એમ. અરોરા દ્વ્રારા દાખલ પીઆઈએલમા શરદ પવાર અને અજીત પવાર ઉપરાંત એનસીપીના નેતા જયંત પાટીલ તેમજ અનેક જાણીતા નેતાઓના નામ, સરકારી અને બેંક અધિકારીઓના નામ પણ સામેલ છે. આ લોકો પર રાજયની મુખ્ય સહકારી બેંકોમા વર્ષ ૨૦૦૭ થી ૨૦૧૧ દરમ્યાન ૧૦૦૦ કરોડનું નુકશાન પહોંચાડવાનો આરોપ છે.

આ પૂર્વે મહારાષ્ટ્ર કો – ઓપરેટીવ સોસાયટી એકટ હેઠળ એક અર્ધ ન્યાયિક તપાસ સમિતિએ આ કેસમાં પવાર સહિત અનેક લોકોને જવાબદાર ઠેરવ્યા હતા.નેશનલ બેંક ઓફ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલોપમેન્ટે પણ એમએસસીબીની તપાસ કરી હતી. જેમા ખુલાસો થયો હતો કે ખાંડ મિલો અને કપાસ મિલોને બેકિંગ અને ભારતીય રીઝર્વ બેંકના અનેક નિયમોનો ભંગ કરીને બેફામ લોન આપવામા આવી હતી જે પરત ચુકવવામા આવી ન હતી.

અરોરાએ તપાસના પરિણામ અને ફરિયાદો દાખલ કરવા ઉપરાંત આ કેસમાં કોઈની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી નહીં જેની બાદ આ કેસમા હાઈકોર્ટમા દાખલ કરવામા આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here