હવે WhatsApp વાપરનારા બધા યૂઝર્સને મળશે આ ખાસ ફિચર, આ રીતે કરો અપડેટ

0
24

નવી દિલ્હીઃ વૉટ્સએપ પોતાના યૂઝર્સ માટે અવનવા ફિચર્સ અપડેટ કરતુ રહે છે, હવે આ કડીમાં કાર્ડ મૉડ ફિચરને પણ રિલીઝ કરી દીધુ છે. એટલે કે વૉટ્સએપે ડાર્ક મૉડ ફિચર હવે બધા એન્ડ્રોઇડ અને આઇઓએસ યૂઝર્સ માટે અપડેટ કરી દીધુ છે.

વૉટ્સએપના ડાર્ક મૉડને યૂઝ કરવા માટે તમારે ગૂગલ પ્લે સ્ટૉરમાં જઇને વૉટ્સએપના લેટેસ્ટ વર્ઝનને ડાઉનલૉડ કરવાનુ છે. ત્યારબાદ પોતાના મોબાઇલ પર વૉટ્સએપના ડાર્ક મૉડ ફિચરનો ઉપયોગ કરી શકો છો. વૉટ્સએપનુ કહેવુ છે કે ડાર્ક મૉડ ફિચરની મદદથી યૂઝર્સની આંખો પર આની વધુ અસર નહીં પડે, અને મોબાઇલની બ્રાઇટનેસ પણ ઓછી યૂઝ કરવી પડશે.

વૉટ્સએસનુ કહેવુ છે કે, એન્ડ્રોઇડ 10 અને આઇઓએસ 13ના યૂઝર્સ આને ડિફૉલ્ટ સેટ પણ કરી શકે છે. જોકે મીડિયા રિપોર્ટ પ્રમાણે હાલ કેટલાક લોકો વૉટ્સએપ અપડેટ કર્યા બાદ પણ આ ફિચરને અપડેટ નથી કરી શકતા.

આઇઓએસ અને એન્ડ્રોઇડ 10 યૂઝર્સ આવી રીતે કરો ઇનેબલ…..
સૌથી પહેલા વૉટ્સએપનુ લેટેસ્ટ વર્ઝન અપડેટ/ડાઉનલૉડ કરો
ત્યારબાદ ”મોબાઇલના સેટિંગ્સ”માં જાઓ
અહીં ડિસ્પ્લે અને બ્રાઇટનેસનુ ઓપ્શન સિલેક્ટ કરો
ત્યારબાદ ડાર્ક મૉડ ઓન કરી લો
જેવો તમે પોતાના મોબાઇલમાં ડાર્ક મૉડ ઓપ્શન સિલેક્ટ કરશો તેવુ તમારુ વૉટ્સએપ ડાર્ક મૉડમાં ઇનેબલ થઇ જશે

એન્ડ્રોઇડ 9 અને તેના પહેલાના યૂઝર્સ આ રીતે કરો યૂઝ…..
સૌથી પહેલા વૉટ્સએપનું લેટેસ્ટ અપડેટ/ડાઉનલૉડ કરો
ત્યારબાદ વૉટ્સએપ સેટિંગ્સમાં જાઓ
અહીં ચેટમાં જઇને થીમ ઓપ્શન પર જાઓ
ત્યારબાદ સિલેક્ટ ડાર્કનો સિલેક્ટ કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here