હવે ઘરે બેઠા જ SMSથી થઈ જશે આધાર સાથે જોડાયેલાં કામો, UIDAIએ શરૂ કરી નવી સુવિધા

0
23

આધાર કાર્ડ બનાવતી સરકારી સંસ્થા Unique Identification Authority of India (UIDAI)એક નવી સર્વિસ ‘ આધાર સર્વિસ ઓન એસએમએસ’ (Aadhaar Services on SMS) શરૂ કરી છે. આ સર્વિસ એ આધાર નંબર ધારકો માટે શરૂ કરવામાં આવી છે, જેમની પાસે ઇન્ટરનેટ (Internet Portal), રેઝિડેંટ પોર્ટલ(Resident Portal)અને એમ-આધાર (m-Aadhaar)નું એક્સેસ નથી. આધાર કાર્ડ યુઝર્સ એસએમએસ દ્વારા વર્ચ્યુઅલ આઈડી જનરેશન, આધાર લોક-અનલોક, બાયોમેટ્રિક લોક-અનલોક વગેરેનો ફાયદો એસએમએસ દ્વારા ઉઠાવી શકે છે.

શું છે આધાર SMS સર્વિસિઝ?

તમે ફક્ત એક એસએમએસ દ્વારા આ સર્વિસમો ઉપયોગ કરી શકો છો. તેના માટે તમારી પાસે કોઈ પણ સામાન્ય ફોન હોવો જોઈએ. જાણો કેવી રીતે તમે આ સુવિધાનો ફાયદો લઈ શકો છો.

SMSથી Virtual ID જનરેટ કરો

સૌ પ્રથમ, તમારા રજિસ્ટર્ડ નંબર પરથી 1947 પર એસએમએસ કરો. તેના દ્વારા, તમે તેની સાથે વર્ચુઅલ ઓળખ (વીઆઈડી) જનરેશન કરવાની સાથે તેને રિટ્રાઈવ કરી શકો છો. તમે એસએમએસ મોકલીને તમારો આધાર નંબર લોક અથવા અનલોક કરી શકો છો. આધાર ઓથેંટિકેશન અને બાયોમેટ્રિક લોક અથવા અનલોક કરવા માટે તમારે OTP(વન ટાઈમ પાસવર્ડ)ની જરૂર હોય છે. જોકે, VID જનરેશન અથવા રિટ્રાઈવલ માટે તેની જરૂર નથી.

કેવી રીતે કરશો આધાર નંબર લોક અથવા અનલોક ?

  • આધાર નંબરને લોક કરવા માટે, 1947 પર GETOTP<space> પર તમારા આધાર નંબરના 4 અથવા 8 અંકો મોકલો. આ પછી તમને 6 અંકનો OTP મળશે. પછી LOCKUID<space> બાદ તમારા આધાર નંબરના 4 અથવા 8 નંબર લખો, પછી સ્પેસ આપો અને OTP લખીને મોકલો. આ પછી તમારો આધાર નંબર લોક થઈ જશે. આ પછી તમને કન્ફર્મેશન કોલ આવશે. આધાર નંબર લોક થયા પછી, તમે બાયોમેટ્રિક અથવા ઓટીપી દ્વારા આધાર નંબરનો ઉપયોગ કરી શકશો નહીં.
  • જો કે, આ પછી પણ, તમે ઓથેંટિકેશન માટે VIDનો ઉપયોગ કરી શકો છો. આધાર નંબરને અનલોક કરવા માટે, તમારે નવીનતમ VIDની જરૂર પડશે. આ માટે, તમારે 1947 પર આ ફોર્મેટમાં એસએમએસ કરવાની જરૂર છે. GETOTP<space>VID ના 6 અથવા 10 અંકો 1947 પર મોકલો.
  • એકવાર તમે ઓટીપી મેળવી લો, પછી તમે તમારો આધાર નંબર અનલોક કરી શકો છો. અનલોક કરવા માટે તમારે 1947 પર UNLOCKUID<space>VIDના 6 અથવા 8 અંકો <SPACE>OTP મોકલવો પડશે. આ સાથે તમારો આધાર નંબર અનલોક થઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here