Monday, October 18, 2021
Homeધોનીના મેનેજરનો ખુલાસો : હમણા ધોની રિટાયરમેન્ટ લેવા નથી વિચારતો
Array

ધોનીના મેનેજરનો ખુલાસો : હમણા ધોની રિટાયરમેન્ટ લેવા નથી વિચારતો

ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ વર્લ્ડ કપ 2019માં છેલ્લી મેચ રમી હતી. ત્યાર બાદથી તે ક્રિકેટ મેદાનથી દૂર છે. આ દરમિયાન તેના સંન્યાસ લેવાની અટકળો સતત વહેતી થઈ. પરંતુ પછી એવું સામે આવ્યું કે ધોની આઈપીએલ 2020ની વાપસી કરશે. પરંતુ કોરોનાના કારણે આઈપીએલ ટુર્નામેન્ટ પણ રદ થઈ ગઈ. ત્યારે હવે ધોનીના મેનેજર મિહીર દિવાકરે તેના રિટાયરમેન્ટને લઈ નવી  માહિતી આપી છે.

મીડિયા રિપોર્ટ મુજબ મિહીર દિવાકરે કહ્યું કે ધોની હાલ રિટાયરમેન્ટ અંગે નથી વિચારી રહ્યો. એક ખાનગી મીડિયા એજન્સી સાથે વાત કરતા ધોનીના મેનેજરે કહ્યું કે,‘મિત્ર હોવાની સાથે અમે ક્રિકેટ અંગે વાત નથી કરતા. પરંતુ તેમને જોઈને નથી લાગતું કે તેઓ જલ્દી રિટાયરમેન્ટ લેશે. તેઓ આઈપીએલ માટે તૈયાર છે. તેમણે આના માટે ઘણી મહેનત કરી છે. આઈપીએલના એક મહિના પહેલાથી જ તેઓ ચેન્નઈ પહોંચી ગયા હતા.’

રિપોર્ટ મુજબ લોકડાઉન દરમિયાન પણ ધોની પોતાની ફિટનેસને લઈ સતત કામ કરી રહ્યો હતો. મેનેજરે એવું પણ કહ્યું કે ધોની લોકડાઉન સમાપ્ત થયા બાદ ફરી પ્રેક્ટિસ શરૂ કરશે. આપને જણાવી દઈએ કે આઈસીસી વર્લ્ડ કપ 2019 બાદ તે 14 દિવસ માટે આર્મી ટ્રેનિંગ માટે કાશ્મીર ગયો હતો. ત્યાર બાદ આઈપીએલ સાથે તે વાપસી કરવાનો હતો પરંતુ કોરોના વાયરસના કારણે ટુર્નામેન્ટ મુલતવી થતા એવું શક્ય ન થઈ શક્યું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments