Monday, October 25, 2021
Homeઅમદાવાદ : હવે બ્લડની જરૂર પડે તો 100 નંબર ડાયલ કરવા પર...
Array

અમદાવાદ : હવે બ્લડની જરૂર પડે તો 100 નંબર ડાયલ કરવા પર મદદ મળશે, આજથી સેવા શરૂ

અમદાવાદ: હવે અમદાવાદમાં કોઇપણ નાગરિકને બ્લડની જરૂર પડે તો 100 નંબર પર ફોન કરીને મદદ મેળવી શકે છે. અમદાવાદ પોલીસની મદદથી રેડક્રોસ સોસાયટી દ્વારા આ સુવિધા 11 માર્ચ (આજથી) શરૂ કરવામાં આવી રહી છે. સામાન્ય વ્યક્તિને તાત્કાલિક બ્લડ મેળવવામાં ભારે મુશ્કેલીઓ પડતી હતી જેને ધ્યાનમાં લઈને આ સુવિધા શરૂ કરવામાં આવી રહી છે.

વ્યક્તિ પાસે જરૂરી ફોર્મ ભરાવી બ્લડ ઉપલબ્ધ કરાવશે

સામાન્ય રીતે શહેરમાં કોઇ ઘટના ઘટે અથવા કોઇ મુશ્કેલીમાં હોય ત્યારે 100 નંબર ટાયલ કરી પોલીસને મદદ માંગવામાં આવે છે. ત્યારે હવે પોલીસનો આ હેલ્પલાઈન નંબર બ્લડ મેળવવામાં પણ મદદ કરશે. કોઇપણ વ્યક્તિ કે જેને તાત્કાલિકપણે બ્લડની જરૂર પડે તે 100 નંબર પર ફોન કરીને મદદ મેળવી શકશે. પોલીસ તે વ્યક્તિનો સંપર્ક રેડક્રોસ સોસાયટી સાથે કરાવશે. ત્યારબાદ વ્યક્તિ પાસે જરૂરી ફોર્મ ભરાવી બ્લડ ઉપલબ્ધ કરાવશે. આ સુવિધા 11 માર્ચ એટલે કે આજે અમદાવાદ પોલીસ કમિશ્નર આશિષ ભાટીયાની ઉપસ્થિતીમાં રેડક્રોસ સોસાયટી દ્વારા શરૂ થઈ રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments